સાજિદ ખાનના #MeToo આરોપ અંગે પૂછાયેલા સવાલોમાં ફસાયા કિરણ ખેર અને મલાઇકા

પોતાના શો અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતાં, ત્યારે જ તેમને સાજિદ પર લાગેલા આરોપ અંગે પૂછવામાં આવ્યાં.

પોતાના શો અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતાં, ત્યારે જ તેમને સાજિદ પર લાગેલા આરોપ અંગે પૂછવામાં આવ્યાં.

 • Share this:
  હાલમાં જ સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે જે પછી તેમણે પોતાની ફિલ્મ 'હાઉસફુલ 4'માંથી પણ હાથ ધોવો પડ્યો. મીડિયા પણ સતત સાજિદના પરિવાર અને મિત્રોને પણ આ અંગે સવાલો કર્યા કરે છે.

  સાજિદ ખાન પર આરોપ લગાવ્યાં પછી તેની પર તો સવાલો ઉઠી રહ્યાં છે પરંતુ બોલિવૂડના લોકો પાસેથી પણ મીડિયા ઘણાં સવાલો કરે છે. હાલ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 8ના જજ કિરણ ખેર અને મલાઇકા અરોરાની સામે પણ સાજિદના સવાલો કરવામાં આવ્યાં હતાં. આ બંન્ને કલાકાર પોતાના શો અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતાં, ત્યારે જ તેમને સાજિદ પર લાગેલા આરોપ અંગે પૂછવામાં આવ્યાં. જેમાં કિરણ ખેરે જવાબ આપતા કહ્યું કે, ' હું સાજિદને ઘણાં વર્ષોથી જાણું છું. જ્યાં સુધી મારી સાથે આવું ન થાય ત્યાં સુધી હું આ અંગે કઇ રીતે કહી શકું. આમાં કેટલું સત્ય છે શું છે તે તો સાજિદ અને આરોપ લગાવનારી છોકરી જ જણાવી શકે છે. મેં મારી આંખોથી કંઇ નથી જોયું અને ન ક્યારેય આવું અનુભવ્યું છે. જે છોકરીઓ અને મહિલાઓ પોતાની વાત આગળ લાવી રહી છે તેનું હું સન્માન કરું છું.'

  આ પણ વાંચો : #MeToo: અક્ષય કુમારે સાજીદ સાથે કામ કરવાની પાડી ના, છોડી 'હાઉસફુલ-4'

  આ પણ વાંચો : #MeToo: સલમાન ખાન પર બિગ બોસની પૂર્વ સ્પર્ધકે લગાવ્યો બળાત્કારનો આરોપ

  કિરણ અને મલાઇલાના પીઆરે મીડિયાને જ્યારે આ અંગે પૂછવાની ના પાડી ત્યારે કિરણે કહ્યું કે, 'મને આ અંગે વાત કરવામાં કોઇ મુશ્કેલી નથી.જ્યારે બીજા પત્રકારે સાજિદ અંગે સવાલ કર્યો તો મલાઇકા અને કિરણ ખેરે કહ્યું, તમે લોકો સાજિદની પાછળ ન પડ્યાં રહો. એવા ઘણાં લોકો છે જેમના માટે ખુલાસા થઇ રહ્યાં છે.'
  Published by:Kaushal Pancholi
  First published: