સલમાનના ડરથી અર્જુન મલાઈકાથી રહેતો હતો દૂર, હવે આવ્યા નજીક

આ ઈવેન્ટમાં સૌની નજર તે વખતે અર્જૂન કપૂર પર હતી જ્યારે તે મલાઈકા અરોરાની બાજુમાં બેઠો હતો

આ ઈવેન્ટમાં સૌની નજર તે વખતે અર્જૂન કપૂર પર હતી જ્યારે તે મલાઈકા અરોરાની બાજુમાં બેઠો હતો

 • Share this:
  મુંબઇ: રક્ષાબંધનથી એક દિવસ પહેલા અર્જુન પોતાની બહેન જાહ્નવી સાથે લેક્મે ફેશન વીક 2018ના ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. ખાસ વાત તો એ છે કે પહેલી વખત લેક્મે ફેશન વીકમાં જાહ્નવી કપૂરે પણ રેમ્પ વોક કર્યુ હતું. આ ઈવેન્ટમાં સૌની નજર તે વખતે અર્જૂન કપૂર પર હતી જ્યારે તે મલાઈકા અરોરાની બાજુમાં બેઠો હતો. એક સમયે એવી વાતો હતી કે અર્જુન અને મલાઇકા એક બીજાને ડેટ કરે છે. પણ સલમાન ખાન સાથેનાં સંબંધો અને ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે અર્જુને મલાઇકાથી દૂરી બનાવી લીધી હતી.

  બંન્નેએ ક્યારેય મીડિયા સમક્ષ આવીને પોતાના સંબંધો વિશે કોઈ નિવેદન આપ્યુ નથી બંન્નેનો સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે મલાઈકાએ 2 વર્ષ પહેલા અરબાઝ ખાન સાથે પોતાનો સંબંધો તોડી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આપને જણાવી દઇએ કે, મલાઈકા, અર્જુનથી 12 વર્ષ મોટી છે.

  બંન્નેના અફેયરની ખબરોના કારણે સલમાન ખાન, અર્જુન કપૂરથી નારાજ રહે છે. બંન્ને એક-બીજા સાથે વાત પણ નથી કરતા. જ્યારે સલમાન, અર્જુનના ફાધર બોની કપૂરના ઘણા ક્લોઝ છે. સલમાનની નારાજગી અને બોની કપૂરની સલાહ પર અર્જૂને મલાઈકાથી દૂરી બનાવી લીધી હતી. લાંબા સમય બાદ બંન્ને એક-બીજાની સાથે ફરીથી દેખાયા. અર્જુનના બગલમા જાહ્નવી કપૂર પણ બેઠી હતી. અર્જુન મલાઈકા સાથે નહીં પણ જાહ્નવી કપૂર સાથે વાતો કરી રહ્યો હતો.
  Published by:Margi Pandya
  First published: