લગ્નની અટકળો વચ્ચે હોસ્પિટલ પહોંચ્યા અર્જૂન અને મલાઇકા, આખરે શું છે કારણ

News18 Gujarati
Updated: April 13, 2019, 2:02 PM IST
લગ્નની અટકળો વચ્ચે હોસ્પિટલ પહોંચ્યા અર્જૂન અને મલાઇકા, આખરે શું છે કારણ
મલાઇકા અરોરા, અર્જુન કપૂર

અર્જુન કપૂર, મલાઈકા અરોરાને લઇને હોસ્પિટલમાં પહોંચ્યા. આ દરમિયાન મીડિયાએ તેમની તસવીર કેદ કરી.

  • Share this:
આ દિવસોમાં બોલિવૂડમાં ઘણા કપલ્સને લઈને ગોસિપ અને લગ્નની અફવાઓ ચાલી રહી છે. આ તેમાંથી એક છે મલાઇકા અરોરા અને અર્જુન કપુર. બંનેની નજદીકીઓ જોઈને અનેક સમયથી અટકળો સામે આવી રહી છે કે આ કપલ લગ્ન કરી શકે છે. જો કે આ બંનેએ તેના સંબંધ વિશે વાત કરી નથી. આ જ સમાચારમાં મલાઇકા અરોરા અને અર્જુન કપૂરની કેટલીક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો છે કે તે હોસ્પિટલ પહોંચ્યા છે. આમાં સોશિયલ મીડિયા પર ફેન્સ પૂછી રહ્યા છે કે આખરે આ શું છે.

હકીકતમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે અર્જુન-મલાઇકાને મુંબઇના લીલાવતી હોસ્પિટલની બહાર સ્પૉટ કરવામાં આવ્યા છે. બંનેને વારંવાર વેકેશન, પાર્ટી અને ડિનર ડેટ પર સ્પૉટ કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલ બહાર તેમને જોઈ લોકો આશ્ચર્યચકિત થયા. મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બંને આ દરમિયાન કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા. કહેવામાં આવે છે કે અર્જુને ગાડી ખૂબ જ દૂર પાર્ક કરી હતી અને તે મલાઈકા સાથે હોસ્પિટલ વૉક કરીને આવ્યો. આ દરમિયાન મીડિયાએ તેમને કેમેરામાં કેદ કર્યા. જો કે આ વાતની જાણ નથી કે શા માટે બંને હોસ્પિટલો ગયા હતા.
 View this post on Instagram
 

#mallaikaarora and #arjunkapoor snapped today


A post shared by Viral Bhayani (@viralbhayani) on
હાલમાં જ મલાઈકાએ તેના Instagram એકાઉન્ટ પર ઇમોશનલ પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, 'સોલમેટ એક એવો વ્યક્તિ છે કે જેને તમે મળતા જ અલગ કનેક્શન અનુભવો છો, આવુ કનેક્શન તો આ પહેલાં ક્યારેય અનુભવ્યુ નથી. ' મલાઈકાની આ પોસ્ટ ખૂબ વાયરલ બની હતી. અનેક પ્રશંસકોએ દાવો કર્યો હતો કે આ માત્ર અર્જુન કપૂર માટે જ છે.આ પહેલા મલાઈકાએ કરણ જોહરના શો 'કૉફી વીથ કરણ' માં આ સંબંધને લઇને સંકેત આપ્યો હતો. તેણે સ્પષ્ટપણે બોલ્યું નહીં, પણ તેણે ચોક્કસપણે કહ્યું, 'મને અર્જુન કપૂર ગમે છે ...આના પર તમામ હસ્યા હતા. મલાઇકા અનેક વખત અર્જુનને ફોન કરતી નજર આવી હતી.
First published: April 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading