Home /News /entertainment /ચોંકાવનારા સમાચાર, Malaika Arora અને Arjun Kapoor વચ્ચે બ્રેકઅપ? અભિનેત્રી શોકમાં!
ચોંકાવનારા સમાચાર, Malaika Arora અને Arjun Kapoor વચ્ચે બ્રેકઅપ? અભિનેત્રી શોકમાં!
મલાઈકા અરોરા અર્જુન કપૂર બ્રેકઅપ
અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) અને અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) વચ્ચે કથિત રીતે બ્રેકઅપ (Malaika Arora and Arjun Kapoor broken up) થઈ ગયું છે. ચાર વર્ષના રિલેશનશિપ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે, એવું એક અહેવાલમાં જણાવાયું છે.
મુંબઈ, 12 જાન્યુઆરી અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર વચ્ચે કથિત રીતે બ્રેકઅપ (Malaika Arora and Arjun Kapoor broken up) થઈ ગયું છે. ચાર વર્ષના રિલેશનશિપ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે, એવું એક અહેવાલમાં જણાવાયું છે. જ્યારથી બંને કલાકારોએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી બી-ટાઉનમાં તેમના સંબંધોની ચર્ચા થઈ રહી છે. તેમના ઘણા રોમેન્ટિક ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા છે. આ કપલ ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળતું હતું. તેમના અલગ થવાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા છે.
બોલિવૂડલાઈફ ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂરે (Arjun Kapoor) અલગ થવાનો નિર્ણય લીધો છે. એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું કે, "મલાઈકા અરોરા છ દિવસથી વધુ સમયથી ઘરની બહાર નથી નીકળી. તે સંપૂર્ણપણે એકલતામાં છે. તે ખૂબ જ દુઃખી છે અને તેણે થોડા સમય માટે દુનિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. અર્જુન કપૂર પણ આ દિવસોમાં એક વાર પણ તેની મુલાકાતે ગયો નથી. અર્જુન ત્રણ દિવસ પહેલા તેની બહેન રિયા કપૂરના ઘરે ડિનર માટે ગયો હતો. રિયાનું ઘર મલાઈકાના ઘરની ખૂબ જ નજીક છે અને છતાં તે ડિનર પછી તેને મળ્યો ન હતો. મલાઈકા સામાન્ય રીતે અર્જુન સાથે આવા ફેમિલી ડિનરમાં હાજરી આપે છે પરંતુ આ વખતે તે તેમની સાથે જોવા મળી નથી.
થોડા દિવસો પહેલા મલાઈકાએ એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, તે અર્જુન કપૂરને મિસ કરી રહી છે. જેમાં બંને વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા હતા. આ ફોટો શેર કરતી વખતે તેણે અર્જુનને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. અર્જુને પણ આ જ તસવીર પોસ્ટ કરી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. એક અઠવાડિયામાં જ તેના બ્રેકઅપ (Malaika Arora and Arjun Kapoor break up) ના સમાચારે ચાહકોને આંચકો આપ્યો છે.
મલાઈકા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના વિચિત્ર ફોટાઓને કારણે ચર્ચામાં રહે છે. તેમના સંબંધો વિશે ઘણી અફવાઓ ફેલાયા પછી, તેઓએ આખરે સ્વીકાર્યું કે તેઓ 2019 માં સંબંધમાં હતા. મલાઈકાએ અર્જુન સાથેના સંબંધો પહેલા 1998માં અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અરહાન પણ છે. બંનેએ 2016માં અલગ થવાનો નિર્ણય લીધો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર