Home /News /entertainment /‘આદિપુરુષ’ની ભૂલો સુધારવા વધુ 100 કરોડ ખર્ચાશે, બનશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ

‘આદિપુરુષ’ની ભૂલો સુધારવા વધુ 100 કરોડ ખર્ચાશે, બનશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ

ફોટોઃ @actorprabhas

આદિપુરુષ’ના ફિલ્મમેકર્સે ફરી એકવાર ફિલ્મ પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે 100 કરોડ રૂપિયાથી વધુનું એક્સ્ટ્રા બજેટ અલોટ કરવામાં આવ્યું છે. અગાઉ જે ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હતું, તેનો કુલ ખર્ચ 600 કરોડથી વધુ થઈ ગયો છે. જે અનુસાર આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ રહી છે.

વધુ જુઓ ...
    પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush)ની જાહેરાત બાદ સતત તેની ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉ અનેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ટીઝર જાહેર થયા બાદ દર્શકોમાં નિરાશા જોવા મળી રહી છે. ફિલ્મના ખરાબ VFXની સાથે સાથે સ્ટારકાસ્ટના અજીબો ગરીબ ગેટઅપના કારણે સતત ટીકા કરવામાં આવી રહી છે.

    ફિલ્મ મેકર્સે શરૂઆતમાં આ ફિલ્મની ટ્રોલિંગને હલ્કામાં લીધી હતી, ત્યારબાદ ટ્રોલિંગ બંધ કરવામાં ન આવતા ફિલ્મમેકર્સે ફિલ્મ રિલીઝ થતા પહેલા VFX પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટનું માનવામાં આવે તો આ ફિલ્મનું ટોટલ બજેટ 600 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

    આ પણ વાંચો : ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ

    મેકર્સે ભૂલ સુધારવા 100 કરોડ રૂપિયાથી વધુ અલોટ કર્યા


    રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ‘આદિપુરુષ’ના ફિલ્મમેકર્સે ફરી એકવાર ફિલ્મ પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે 100 કરોડ રૂપિયાથી વધુનું એક્સ્ટ્રા બજેટ અલોટ કરવામાં આવ્યું છે. અગાઉ જે ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હતું, તેનો કુલ ખર્ચ 600 કરોડથી વધુ થઈ ગયો છે. જે અનુસાર આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ રહી છે.

    અત્યાર સુધી અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ '2.0' બનાવવામાં 570 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે ભારતની સૌથી મોંઘી ફિલ્મ હતી. બીજા નંબરે ફિલ્મ રામ ચરણ અને જૂનિયર NTRની ફિલ્મ 'RRR' હતી, આ ફિલ્મ બનાવવામાં 550 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એસ. શંકરે ફિલ્મ '2.0'નું નિર્દેશન કર્યું હતું અને એસ. એસ. રાજામૌલીએ ફિલ્મ 'RRR'નું નિર્દેશન કર્યું હતું.

    આ પણ વાંચો :  ખભા પરથી ડ્રેસ ઉતારીને શ્વેતા તિવારીએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, આ જગ્યાએ અટકી ફેન્સની નજર

    ફિલ્મના આ ભાગ પર ફરીથી થઈ રહ્યું છે કામ


    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ મેકર્સ VFX પર કામ કરી રહ્યા છે. ઉપરાંત લંકેશ બનેલ સૈફ અલી ખાનના લુક પર પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. ટીઝર રિલીઝ થયું તે સમયે સૌથી વધુ સૈફ અલી ખાનના લુકની ટીકા કરવામાં આવી હતી, જેને દર્શકો રાવણ નહીં, પરંતુ અલાઉદ્દીન ખિલજી કહી રહ્યા હતા. ઉપરાંત વાનરસેનાવાળા સિક્વન્સને પણ એડિટ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ સીનને ‘એક્વામેન’ અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ જેવા હોલીવુડ પ્રોજેક્ટની નકલ ગણાવવામાં આવી રહી હતી.

    16 જૂન 2023ના રિલીઝ થશે ફિલ્મ ‘આદિપુરુષ’


    ફિલ્મમાં ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાને કારણે ‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી રહી છે. ડાયરેક્ટર ઓમ રાઉતે સોશિયલ મીડિયા પર નવી રિલીઝ ડેટ વિશે જાહેર કરી છે. ઉપરાંત કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આદિપુરુષ માત્ર એક ફિલ્મ નથી, તે પ્રભુ શ્રીરામ પ્રત્યે અમારી ભક્તિ, સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રત્યેની એક પ્રતિબદ્ધતા છે.



    વ્યૂઅર્સને કંપ્લીટ વિઝ્યુઅલ અનુભવ આપવા અમારે ફિલ્મ પર કામ કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે. આ ફિલ્મ 16 જૂન, 2023ના રિલીઝ થશે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ના જાયે. ભારત જેના પર ગર્વ કરે, અમે તે પ્રકારની ફિલ્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારો સપોર્ટ, પ્રેમ અને આશીર્વાદ અમને આપતા રહો.’
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood Movie, Prabhas, Saif ali khan

    विज्ञापन
    विज्ञापन