Home /News /entertainment /

Major Movie Review: મુંબઈ આતંકી હુમલાના હીરોની એ કહાની જેનાંથી અજાણ હતા દર્શકો, ભરપૂર થઇ રહ્યાં છે વખાણ

Major Movie Review: મુંબઈ આતંકી હુમલાના હીરોની એ કહાની જેનાંથી અજાણ હતા દર્શકો, ભરપૂર થઇ રહ્યાં છે વખાણ

વાંચો મેજરનો ફેન રિવ્યૂ

Major Movie Fan Review: ફેન લખે છે, એકંદરે #મેજરમાં પ્રથમ હાફ સારો છે અને છેલ્લી 40 મિનિટ ખૂબ જ સારી છે. તેમણે બીજીએમ, પ્રોડક્શન વેલ્યુ અને સિનેમેટોગ્રાફીને ટોચની ગણાવી હતી. આ સાથે સાથે થિયેટરમાં જોવા પર ભાર પણ મૂક્યો હતો.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશ અને પ્રજા માટે લડતા લડતાં પોતાનો જીવ ન્યોછાવર કરી દેનારા વાસ્તવિક જીવનના સુપર હીરોઝની ગાથા જોઈને અલગ જ લાગણી અને ગર્વની ભાવના છલકાઈ જાય છે. 26/11ના ભયાનક મુંબઈ હુમલા (Mumbai Terror Attack)માં શહીદ થયેલા એનએસજીના બહાદુર જવાન મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન (Sandeep Unnikrishnan Biopic)ના જીવન પર બનેલી ફિલ્મ મેજર (Major Movie) પણ આવી જ લાગણી જન્માવે છે. મેજર ફિલ્મની અનેક ચાહકો રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ એક્શન ડ્રામા છે. ફિલ્મના મુખ્ય સ્ટાર અદિવી શેષ (Adivi Shesh) છે અને તેમણે આ ફિલ્મ અબ્બરી રવિ અને અક્ષત અજય શર્મા સાથે મળીને લખી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શશી કિરણ ટિક્કા (Shashi Kiran Tikka)એ કર્યું છે અને જી.મહેશ બાબુ એન્ટરટેનમેન્ટસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં એક સાથે દ્વિભાષી (bilingual shot) છે. આ ફિલ્મ 3 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ છે અને ફિલ્મ અંગે દર્શકોને શાનદાર રિવ્યૂ મળી રહ્યા છે.

  મેજર ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન કેટલું?

  અદિવી સેષે આ ફિલ્મ દ્વારા સ્ક્રિપ્ટ કરીને તેમજ પાત્ર ભજવીને હિન્દીમાં શરૂઆત કરી છે. સૈય માંજરેકર (Saiee Manjrekar), સોભિતા ધુલિપાલા (Sobhita Dhulipala), પ્રકાશ રાજ (Prakash Raj), રેવતી (Revathi) અને મુરલી શર્મા (Murali Sharma)ને આ ફિલ્મમાં અન્ય મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવવા માટે કાસ્ટ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો-MOVIE REVIEW: 'સમ્રાટ પૃીથ્વીરાજ' છવાઇ અક્ષય અને માનુષીની નવી જોડીને લોકોએ કહી HOT

  અહી નોંધનીય છે કે, આ ફિલ્મને વધુને વધુ દર્શકો જોઇ શકે તે માટે પ્રમોશન પણ પુરજોશમાં કરવામાં આવ્યું હતું અને થિયેટરોમાં ફિલ્મની ટિકિટોના ભાવ પણ ઘટાડી દેવામાં આવ્યા હોવાની વાત જગજાહેર છે. આ ફિલ્મ 70-80 કરોડના ખર્ચે બની છે. આ સાથે જ જો તેના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તેનું અંદાજિત ટર્નઓવર 15-20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

  મેજર મૂવીના નિર્માતાઓ 24 મેથી લોકોના અભિપ્રાય માટે ફિલ્મનું સ્ક્રીનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જબરજસ્ત એક્શન છે, કારણ કે અદિવીએ એમાં જાંબાઝ એનએસજી કમાન્ડોનો રોલ કર્યો છે એટલે ફિલ્મને એક્શન ડ્રામા તરીકે પણ વર્ણવવામાં આવી રહી છે. ફિલ્મમાં કલાકારોના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મના મુખ્ય અભિનેતાની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેને દેશભક્તિની ખૂબ સારી મૂવી ગણાવી રહ્યા છે. મૂવી જોઈને દરેકની આંખો ભીની થઈ રહી છે.  ફિલ્મ અંગે લોકો શું કહી રહ્યા છે?

  Venky Reviews લખે છે કે, એકંદરે #મેજરમાં પ્રથમ હાફ સારો છે અને છેલ્લી 40 મિનિટ ખૂબ જ સારી છે. તેમણે બીજીએમ, પ્રોડક્શન વેલ્યુ અને સિનેમેટોગ્રાફીને ટોચની ગણાવી હતી. આ સાથે સાથે થિયેટરમાં જોવા પર ભાર પણ મૂક્યો હતો.

  @GREATCHANDU1 લખ્યું કે, #MajorTheFilm પહેલો ભાગ શાનદાર છે અને બીજો ભાગ પણ ઉત્તમ છે... ક્લાઈમેક્સ ખૂબ જ ઈમોશનલ છે..

  @Adivisheshનું પ્રદર્શન ખૂબ સારું છે .... અદ્ભુત પ્રદર્શન છે .. આ ફિલ્મ માટે મારો રિવ્યૂ 4.25/5 🔥🔥🔥🔥 #Major #MajorSandeepUnnikrishnan #MajorTheMovie #MajorOnJune3rd #Major

  @madhurasreedhar લખ્યું કે, "#મેજર ફિલ્મ જોઈ. અદિવીનું શાનદાર પ્રદર્શન.. મને તારા પર ગર્વ છે, મારા ભાઈ! @SashiTikkaનું શાનદાર નિર્દેશન અને આખી ટીમને હાર્દિક અભિનંદન...

  @AbhishekOfficl લખ્યું કે, મેં તાજેતરના દેશભક્તિની ફિલ્મ જોઈ છે, હું ભાવુક છું. એવોર્ડ વિનિંગ, અભિનેતા અદિવી શેષનું હૃદય કંપાવી દે તેવું પરફોર્મન્સ...હાઈ પ્રોડક્શન વેલ્યુ…

  આવી રીતે સેંકડો લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને અદિવીએ પોતાની પહેલી હિન્દી ફિલ્મથી ઉત્તર ભારતના લોકોના દિલ જીતી લીધા છે. ટ્વીટર પર આ ફિલ્મ #MajorTheFilm હેશટેગ સાથે ટ્રેન્ડ કરી રહી છે, હજારો લોકોએ રિટ્વિટ કર્યા છે અને તેઓ સતત પોતાના રીએક્શન આપી રહ્યા છે.  શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણનના ફેન છે અદિવી

  અભિનેતા આદિવી પોતે પણ 26/11ના હીરો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની હિંમત અને ગાથાથી મંત્રમુગ્ધ થઇ ગયા છે. તેણે 2008માં સાન ફ્રાન્સિસ્કોમાં ન્યૂઝ ચેનલ પર પાસપોર્ટ સાઇઝની તસવીર જોઇ હતી. આદિવી સંદીપના ફેન છે અને દરેક સમાચાર ક્લિપિંગ એકત્રિત કરે છે. એ પછી એને સ્ક્રીપ્ટ લખવાનું મન થયું હતું. ત્યારબાદ તેણે રિયલ લાઇફ હીરોની હિમતની કથાને ત્રણ કલાકની ફિલ્મમાં ઢાળી હતી.

  અહી ઉલ્લેખનિય છે કે, ફિલ્મ મેજરમાં અદિવી શેષ ઉપરાંત બાકીની કાસ્ટમાં પ્રકાશ રાજ અને રેવથી છે. તેમણે અદ્ભુત અભિનય કર્યો છે. આદિવી શેષે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના માતા-પિતા સાથે ઘણો સમય વિતાવ્યો હતો અને આ પાત્રોની બારીકાઈથી મહેનત કરી છે. ખુદ પ્રકાશ રાજ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના પિતાથી પરિચિત થઇ ચૂક્યા છે. એટલે આ વાત પણ તેમના અભિનયને વાસ્તવિકતાની નજીક લાવવામાં મદદરૂપ થાય છે. સૈય માંજરેકર હજી સુધી આવા પાત્રો માટે યોગ્ય નથી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment, Mahesh Babu, Mahesh Babu movie, Major, Movie

  આગામી સમાચાર