મુંબઇ : કલર્સ પરનાં પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ' સિઝન-11ને ખુબજ પ્રતિભાવ મળ્યા બાદ શોનાં ફેન્સ નવાં સિઝનની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. શોનાં મેકર્સ હાલમાં આ સિઝનની તૈયારીમાં લાગી ગયા છે. આ વખતે સિઝનનમાં મોટા બદલાવ જોવા મળશે.
બિગ બોસ 12માં હશે આ બદલાવ બિગ બોસ 12 આ વખતે એક મહિના વહેલો શરૂ થઇ જશે. એટલે કે સેપ્ટેમ્બર મહિનાથી જ આ શો શરૂ થઇ જશે. જેમ આપ જાણો છો કે ગત સીઝન 1 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. એવામાં ગત સિઝન કરતાં એક મહિના પહેલાં આ સીઝન શરૂ થશે. જેનાં લોકોમાં એક્સાઇટમેન્ટ વધે. બિગ બોસ સિઝન 11નું થિમ પાડોસી હતા હતા આ વખતનું થીમ કપલ્સ હશે. જે વિશે પ્રોમોમાં પહેલા જ ખુલાસો થયો હતો.
બિગ બોસની કો-હોસ્ટ હોઇ શકે કેટરિના રિપોર્ટ્સની માનીયે તો આ વખતે સલમાન ખાનની સાથે કોઇ જોડીદાર પણ હશે જે આ વખતની સિઝન હોસ્ટ કરશે. આ સિઝનમાં સલમાનનો સાથ હોટ હસિના જ આપે તેવી પણ વાતો છે. કો હોસ્ટ તરીકે કેટરિના કૈફનું નામ ચર્ચાઇ રહ્યું છે. જે અંગે મેકર્સ તરફથી હાલમાં કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર