Mai Review: પુત્રની હત્યાનો બદલો લેવાની જરા હટકે સ્ટોરી, જોવા જેવી ખરી? અહીં જાણો
Mai Review: પુત્રની હત્યાનો બદલો લેવાની જરા હટકે સ્ટોરી, જોવા જેવી ખરી? અહીં જાણો
માઈ રિવ્યુ
Mai Review: માઈ સારી વેબ સિરીઝ (Mai Web Series) છે. કુલ 6 એપિસોડ છે અને તે ઝડપથી ચાલે છે એટલે કંટાળો આવતો નથી, પરંતુ આવી સ્ટોરીમાં મુખ્ય પાત્ર સાથે જે ઇમોશનલ એટેચમેન્ટ હોવું જોઇએ તે થતું નથી
Mai Review: ક્લીન સ્લેટ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ ભૂતકાળમાં NH10, ફીલૌરી, પરી અને બુલબુલ (Bulbul) જેવી હટકે ફિલ્મો અને પાતાલ લોક (Pagal lok) જેવી વેબ સિરીઝ બનાવી ચૂક્યું છે. તાજેતરમાં આવેલી સિરીઝ માઈ (Mai review) પણ આ પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્માણ થઈ છે. જેથી આ સિરીઝ કંઈક હટકે હશે તેવી દર્શકોને અપેક્ષા રહે છે અને અમુક હદ સુધી આ સિરીઝ દર્શકોની અપેક્ષા પર ખરી પણ ઉતરે છે.
નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝ એક જ વારમાં આખી જોવા જેવી છે, પરંતુ તે પાતાલ લોક જેવી યાદગાર નથી. આ વાત દર્શકો સારી રીતે જાણે છે, પણ સાક્ષી તંવરની ભૂમિકા તેમને ખેંચી લાવે છે. આ વાતની પુષ્ટિ તેની પ્રિય મિત્ર એકતા કપૂરે પણ કરી છે. માઈમાં ફરી એકવાર સાક્ષી તંવરની એક્ટિંગ ટેલેન્ટએ ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
કહાની ઘર ઘર કી અથવા બડે અચ્છે લગતે હૈંમાં સાક્ષીનું કામ પ્રશંસાને પાત્ર હતું એવું નથી. પરંતુ માઈમાં સાક્ષીએ પોતાની જૂની કોટન સાડીઓ, મેક-અપ વગર અને વિખરાયેલા વાળવાળા લુકની મદદથી એક વિશ્વાસપાત્ર પાત્ર બનાવ્યું છે. સ્ક્રિપ્ટના અભાવે ઓડિયન્સ સ્ટોરીના ડ્રામા સાથે એડજસ્ટ થઇ શકતી નથી અને એને કારણે માઈ સિરીઝ પાતાલ લોક જેવી નથી.
માઈ સારી વેબ સિરીઝ છે. કુલ 6 એપિસોડ છે અને તે ઝડપથી ચાલે છે એટલે કંટાળો આવતો નથી, પરંતુ આવી સ્ટોરીમાં મુખ્ય પાત્ર સાથે જે ઇમોશનલ એટેચમેન્ટ હોવું જોઇએ તે થતું નથી. આ પ્રકારની સ્ટોરી પર આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં બે ફિલ્મો જોઇ છે. એક છે રવીના ટંડનની ફિલ્મ માતૃ અને બીજી છે શ્રીદેવીની ફિલ્મ 'મોમ'. બાય ધ વે, માઈ નામ પણ તેનો પર્યાય છે. સાક્ષી તંવર ઓલ્ડ એજ હોમમાં નર્સ છે અને તેના જેઠના ક્લિનિકમાં પણ કામ કરે છે.
તેનો પતિ (વિવેક મુશ્રન) ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. દીકરી (વામિકા ગબ્બી) ડૉક્ટર છે. વિવેકના મોટાભાઈને કોઈ સંતાન ન હોવાથી સાક્ષી અને વિવેકે પોતાના પુત્રને મોટા ભાઈને દત્તક દીધો હતો. એક દિવસ અચાનક સાક્ષીની નજર સામે તેની દીકરીનો અકસ્માત થાય છે. જેમાં તેનું મોત થઈ જાય છે. ત્યારબાદ પોતાની પીડા સાથે એકલા સંઘર્ષ કરી રહેલી સાક્ષીને ખ્યાલ આવે છે કે તેની પુત્રીનું મૃત્યુ અકસ્માતમાં નહીં, ષડયંત્રના ભાગરૂપે થયું હતું.
પુત્રીનું ખૂન થયું હોવાની શંકા બાદ મર્યાદિત સંસાધનોની મદદથી તે તેની તપાસ કરવાનો પ્રયાસ કરે છે. આ સફરમાં તે નેતાઓ, તેની રખાતો, માફિયાઓ, ડ્રગ કૌભાંડીઓ, હત્યારાઓ અને કુખ્યાત ગુનેગારોને મળે છે. એક માતા પોતાની દીકરી માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ શું તે સત્યનો સામનો કરવા તૈયાર છે? આ વેબ સિરિઝમાં બિનજરૂરી ડ્રામા વિના લાગણીઓ બદલ્યા વિના બદલાતા સંબંધોના નાના કિસ્સાઓનો સમાવેશ થાય છે.
OTTની દુનિયા થોડી વિચિત્ર છે. OTTના કારણે જ્યાં એક તરફ ઘણી જૂની ફિલ્મો જોવાની તક મળે છે ત્યાં જ બીજી તરફ તદ્દન નવા વિષયો પર બનેલી ફિલ્મો અને વેબ સિરીઝ પણ મળી જાય છે. માત્ર ભારતીય ભાષાઓ જ નહીં પરંતુ વિશ્વભરની અન્ય ભાષાઓમાં પણ OTTના કારણે કન્ટેન્ટ હવે સરળતાથી અને સુલભ છે. સાક્ષીનું કરિયર લાંબુ છે પરંતુ કરિયરમાં કામ ખૂબ સિલેક્ટિવ છે. જ્યાં સુધી રોલ સમજમાં ન આવે ત્યાં સુધી સાક્ષી કોઇ પણ રોલ માટે હા નથી પાડતી
OTTમાં લીડ રોલમાં સાક્ષીનું આ પહેલું પગલું છે. ગજબનો આત્મવિશ્વાસ, ડર અને અદ્ભુત હિંમત સાથે સાક્ષી માતા તરીકે કમાલની લાગી રહી છે. રવીના અને શ્રીદેવી કરતા પણ વધુ સારું કામ કર્યું છે. પોતાના જેઠના આશ્રય પર ઉછરતી નિમ્ન મધ્યમવર્ગીય મહિલા જોવા મળે છે. જેનો પતિ તેના ભાઈથી સારો નથી અને જેની પુત્રી પણ તેની ઓળખ માટે સંઘર્ષ કરી રહી છે, સાક્ષીએ પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. વિવેક મુશ્રાનનું પાત્ર પણ ઉત્તમ છે. તે પોતાના ભાઈની દયા હેઠળ જીવન જીવે છે.
એક ક્ષણ માટે તો આખી ગેમ પાછળ વિવેકનો હાથ હોવાનું લાગે છે, પરંતુ તેનું પાત્ર એટલું નબળું છે કે આ વિચાર કાઢી નાખવો પડે છે. રાયમા સેન અને પ્રશાંત નારાયણે પાત્રો ભજવ્યા તો સારા હતા, પરંતુ તેઓએ પાત્રોમાંથી બહાર નીકળવાની ભૂલ કરી છે. પ્રશાંત નારાયણ તો ફિલ્મી પણ બની ગયા હતા. મુખ્ય વિલન તરીકે અનંત વિધાત શર્માથી આપોઆપ અણગમો થવા માંડે છે.
સ્ટોરી જે રીતે પુરી થાય છે, તેના પરથી લાગે છે કે બીજી સીઝન પણ આવશે, જોકે પહેલી સીઝન એટલી સારી નથી કે બીજી સીઝનની રાહ જોવી જોઈએ. નેટફ્લિક્સ અગાઉ પણ ઘણી વખત આવું કરી ચૂક્યું છે, તેણે નબળી સિઝન ધરાવતી વેબ સિરિઝ અધવચ્ચે જ બંધ કરી દીધી છે. લેખકોની ટીમમાં અતુલ મોંગિયા, તમાલ સેન, સૃષ્ટિ રિંદાણી, અમિતા વ્યાસ અને વિશ્રુત સિંઘનો સમાવેશ થતો હતો અને આમ છતાં આ શ્રેણીમાંથી કોઈ યાદગાર પળો આવી નહતી. મેલોડ્રામાથી બચવાના પ્રયાસમાં આ વેબ સિરિઝ જરૂર કરતાં વધુ સરળ બની ગઇ છે.
પ્રશાંત નારાયણને બે અલગ-અલગ રોલમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ પહેલો રોલ ઘણો વહેલો પૂરો થયો હતો અને બીજો રોલ થોડો વધારે ફિલ્મી બન્યો હતો, જેના કારણે સ્ટોરીની વિશ્વસનીયતા શંકામાં છે. બીજી તરફ રવિ કિરણ અય્યગરીનો કેમેરો ઘણું બધું કહેવાનો પ્રયાસ કરે છે પરંતુ સાક્ષી તંવરના પાત્રને કોઇ ઉંચાઇ પર લઇ જતો નથી, જેના કારણે સેક્રેડ ગેમ્સ કે પાતાલ લોક જેવી વેબ સિરીઝમાં આવેલી સિનેમેટોગ્રાફીની મજા માઇમાં સાવ ગાયબ થઇ ગઇ છે.
માનસ મિત્તલના એડિટિંગ વિશે પણ આવું જ કહી શકાય. સસ્પેન્સ ઉભું કરી શકાયું નથી. પ્રેક્ષકો એક ખાસ દ્રશ્ય તરીકે યાદ કરી શકે તેવા કોઈ સીનને પ્રાથમિકતા આપવામાં આવી ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર