આનંદ મહિન્દ્રા (Anand mahindra) એ વર્ષો જૂની એક તસવીર શેર કરીને જૂના દિવસોને યાદ કર્યા છે. તેમણે એ જમાનાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે મહિન્દ્રા કંપનીની જીપ ઘણી સસ્તી હતી.
આનંદ મહિન્દ્રા (Anand mahindra) એ વર્ષો જૂની એક તસવીર શેર કરીને જૂના દિવસોને યાદ કર્યા છે. તેમણે એ જમાનાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે મહિન્દ્રા કંપનીની જીપ ઘણી સસ્તી હતી.
મહિન્દ્રા ગ્રૃપ (mahindra group) ના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તેવો અવારનવાર ખાસ વીડિયો કે તસવીરો પોસ્ટ કરતા રહે છે. તેમના ફોલોવર્સ પણ મોટી સંખ્યામાં છે અને આ જ કારણ છે કે તેમની પોસ્ટ ગણતરીની મિનીટોમાં જ વાયરલ થઇ જાય છે. હાલમાં તેમણે એક એવી પોસ્ટ કરી છે જેને જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે.
તેમણે પોસ્ટ કરેલી એક તસવીરને જોતા એવું લાગે છે કે મહિન્દ્રાની કોઇ જીપ ફક્ત 12, 421 રૂપિયામાં મળી રહી છે. હવે તમે વિચારશો કે આ કઇ રીતે શક્ય છે મોંઘવારીના આ જમાનામાં ગાડીતો દૂરની વાત આટલા રૂપિયામાં માંડ ટાયર મળે છે, તો પછી આનંદ મહિન્દ્રાએ કેમ ખોટી પોસ્ટ કરી. તો તમને જણાવી દઇએ કે આ એક જુની તસવીર છે.
વાસ્તવમાં આનંદ મહિન્દ્રાએ વર્ષો જૂની એક તસવીર શેર કરીને જૂના દિવસોને યાદ કર્યા છે. તેમણે એ જમાનાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે મહિન્દ્રા કંપનીની જીપ ઘણી સસ્તી હતી. આનંદ મહિન્દ્રાએ Willys CJ 3B જીપની જૂની પ્રિન્ટ એડ શેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ જીપ પર 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 12,421 રૂપિયા થઈ ગઈ છે. પોતાના ટ્વીટમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું, 'એક મિત્ર જેનો પરિવાર દાયકાઓથી વાહનોના ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરી રહ્યો છે. તેને આ જાહેરાત મળી. ક્યાં ગયા એ દિવસો?
આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ફની કમેન્ટ્સ કરી છે. એક યુઝરે આ ટ્વીટની કોમેન્ટમાં લખ્યું કે, 'શું આજે પણ આ કિંમતમાં જીપ મળી શકે છે?' જેનો જવાબ આપતા આનંદ મહિન્દ્રાએ લખ્યુ કે, 'તપાસ કરવામાં આવી રહી છે કે આટલા બજેટમાં શું મળી શકે છે.'
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર