મહિમા ચૌધરીને થયું બ્રેસ્ટ કેન્સર, અનુપમ ખેરે VIDEO શેર કરી જણાવી દર્દ ભરેલી કહાની
મહિમા ચૌધરીને થયું બ્રેસ્ટ કેન્સર, અનુપમ ખેરે VIDEO શેર કરી જણાવી દર્દ ભરેલી કહાની
મહિમા ચૌધરીને થયું કેન્સર
Mahima Chaudhry Discoverd Breast Cancer: બોલિવૂડમાં એક્ટ્રેસિસને કેન્સર થવાની ઘટનાઓ સર્વ સામાન્ય થઇ રહી છે. આ લિસ્ટમાં વધુ એક સુંદર અભિનેત્રીનું નામ જોડાઇ ગયું છે જે છે મહિમા ચૌધરી (Mahima Chaudhry). મહિમાનો એક વીડિયો અનુપમ ખેરે (Anupam Kher) શેર કર્યો છે અને તેને કેન્સર થયુ હોવાની વાત તેમણે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે. આ વીડિયોમાં મહિમા તદ્દન ઓછા વાળમાં નજર આવી રહી છે જોકે તે ઘણી જ કોન્ફિડન્ટ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની 'પરદેશ ગર્લ' એક્ટ્રેસ મહિમા ચૌધરી (Mahima Chaudhry)ને બ્રેસ્ટ કેન્સર થઇ ગયું છે. મહિમાનો એક વીડિયો અનુપમ ખેરે (Anupam Kher) શેર કર્યો છે અને તેને કેન્સર થયુ હોવાની વાત તેમણે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે. આ વીડિયોમાં મહિમા તદ્દન ઓછા વાળમાં નજર આવી રહી છે જોકે તે ઘણી જ કોન્ફિડન્ટ છે. સાત મિનિટનાં આ વીડિયોમાં મહિમા પોતાની સાથે બનેલી ઘટના વિશે વાત કરે છે અને કેવી રીતે તે આજે એટલી સક્ષમ થઇ કે તે જાહેરમાં આ વિશે બોલી શકે છે તે અંગે જણાવે છે.
બોલિવૂડ એક્ટ્રેસને જલ્દી સાજા થવાની સૌ કોઇ કામના કરી રહ્યું છે. અનુપમ ખેરે પણ શેર કરેલાં વીડિયોમાં તેઓ કહેતા નજર આવે છે કે, સૌ પહેલા તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે, મહિમા ચૌધરી જલ્દી સાજી થઇ જાય. તે બાદ તેઓ લખે છે કે, મહિમાએ તેની કેન્સર સામેની જંગ અંગે વાત કરી છે. કેન્સર સામેની જંગ હિંમત ભેર લડતા અનુપમ ખેરે વાત કરતાં તેમણે કહ્યું છે કે, મારા મતે મહિમા એક હિરો છે.
અનુપમ ખેર દ્વારા શેર કરવામાં આવેલો મહિમા ચૌધરીનો વીડિયો.
મહિમાએ વીડિયોમાં શું કહ્યું?
મહિમાએ શેર કરેલાં વીડિયોમાં કહ્યું કે, 'જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે અનુપમ ખેરનો ફોન આવ્યો હતો. અનુપમ ખેર અમેરિકામાં હતાં તે વાતની મને ખબર હતી. આ વાતચીતમાં મેં તેમને કેન્સર હોવાની વાત કહી હતી. મને વેબ સિરીઝમાં કામ માટે ઘણાં ફોન આવતા હતા. પણ, વાળ ના હોવાથી હું બધી જ ઓફર્સ રિજેક્ટ કરતી હતી. મેં અનુપમ ખેરને કહ્યું હતું કે જો હું કામ કરીશ તો, હુ સેટ પર વિગ સાથે આવીશ તેમ કહ્યું હતું. અનુપમ ખેરે સામે એવો સવાલ કર્યો હતો કે વિગ સાથે કેમ આવીશ? તો મેં એમ કહ્યું હતું કે ટ્રીટમેન્ટમાં મારા વાળ જતાં રહ્યા છે.'
રૂટીન ચેકઅપમાં કેન્સર હોવાની વાત સામે
મહિમાએ કહ્યું હતું, 'હું દર વર્ષે ઍન્યુઅલ ચેકઅપ કરાવું છું, તેમાં સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ વગેરે થતાં હોય છે. આ ટેસ્ટમાં બ્રેસ્ટમાં પ્રી-કેન્સર સેલ હોવાની જાણ થઈ હતી. આ સેલ ક્યારેક કેન્સરમાં કન્વર્ટ થાય છે તો ક્યારેક થતાં નથી. આથી જ ડૉક્ટરે મને બાયોપ્સી કરાવવા કહ્યું હતું. તો બાયોપ્સી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, મેં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ તે તમામ સેલ્સની બાયોપ્સી કરવામાં આવી હતી અને તેમાંથી એક નાના સેલમાં કેન્સર હોવાની જાણ થઈ હતી. ડૉક્ટરે જ્યારે કેન્સર હોવાની વાત કહી ત્યારે હું તુટી ગઇ હતી. અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ડૉક્ટરે સાંત્વના આપતા કહ્યું હતું કે આની ટ્રીટમેન્ટ 100% શક્ય છે. મારી બહેન પણ મને કહેવા લાગી, 'તું 70ના દાયકાની મહિલાની જેમ કેમ રડે છે'. કેન્સર શબ્દ જ ભયાનક છે. ડૉક્ટરે કીમોથેરપી માટે બૉડીમાં ગળા નીચે પોર્ટ મૂક્યું હતું.'
પેરેન્ટ્સને કેન્સર હોવાની જાણ કરી નહોતી
વધુમાં મહિમાએ કહ્યું હતું કે તેણે ઘરે પેરેન્ટ્સને કેન્સર હોવાની વાત કહી નહોતી. તેની માતા છેલ્લાં બે વર્ષથી બીમાર હતી. તેણે એમ કહ્યું હતું કે બ્રેસ્ટમાં ગાંઠ છે અને તે 10 દિવસ મળશે નહીં. આ વાત સાંભળીને તેની માતાનું બ્લડપ્રેશર વધઘટ થવા લાગ્યું હતું અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, આ સારવાર દરમિયાન તે સહેજ પણ સ્ટ્રોંગ રહી શકી નહોતી. તે રડતી હતી, પરંતુ તેની બહેન, ભાઈ, પરિવાર તથા ફ્રેન્ડ્સે હિંમત રાખી હતી. વીડિયોના અંતે મહિમાએ કહ્યું હતું કે તે હવે એકદમ ઠીક છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર