Home /News /entertainment /મહિમા ચૌધરીની દીકરીની ક્યૂટનેસ પર ફીદા થયા ફેન્સ, કહ્યું- યાર આ બોલિવૂડમાં આવી જાય તો...

મહિમા ચૌધરીની દીકરીની ક્યૂટનેસ પર ફીદા થયા ફેન્સ, કહ્યું- યાર આ બોલિવૂડમાં આવી જાય તો...

Aryana Chaudhry (insta.)

અરિયાના આ દરમિયાન ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. મહિમા અને તેની દીકરીના ફોટો જોઈને ફેન્સ કમેન્ટ કરવાથી પોતાની જાતને રોકી શક્યા નહોતા.

    બોલિવૂડ સ્ટાર કિડ્સ મોટા ભાગે ચર્ચામાં રહેતા હોય છે. તે લાઈમલાઈટ્સમાં પોતાના પેરેંટ્સ જેવા જ રહે છે. પણ હવે અમે આપને એક એવા સ્ટાર કિડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વધારે લાઈમલાઈટ્સમાં રહેતી નથી, પણ હાલમાં જ જ્યારે તેને જોવામાં આવી તો, સૌ તેના વખાણ કરવાનું ચુકયા નહીં. અમે વાત કરી રહ્યા છીએ મહિમા ચૌધરીની દિકરી અરિયાના વિશે. હકીકતમાં ગત સાંજે ફિલ્મ ઊંચાઈની સ્પેશિયલ સ્ક્રીનિંગ હતી, જેમાં કેટલાય સ્ટાર્સ આવ્યા હતા. મહિમા પણ આ સ્ક્રીનિંગમાં પોતાની દીકરી સાથે આવી પહોંચી હતી. આ દરમિયાન બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. મહિમા અને તેની દિકરી કૈઝુઅલ લુકમાં જોવા મળ્યા હતા. મહિમાએ બ્લેક ટેંક ટોપ બ્લેઝર અને સ્કર્ટ પહેર્યું હતું તો વળી તેની દીકરીએ વ્હાઈટ શોર્ટ્સ, શર્ટ અને ટેંક ટોપ પહેર્યું હતું.








    View this post on Instagram






    A post shared by @aryana_chaudhry






    અરિયાના આ દરમિયાન ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. મહિમા અને તેની દીકરીના ફોટો જોઈને ફેન્સ કમેન્ટ કરવાથી પોતાની જાતને રોકી શક્યા નહોતા. લોકો કહી રહ્યા છે કે પોતાની દીકરીને કેટલી સિમ્પલ રાખી છે. બાકીના સ્ટાર કીડ્સની માફક વધારે મેકઅપ અવા ઓવર ગ્લેમર નથી દેખાતી, પણ સુંદર લાગી રહી છે. તો વળી અમુક કહી રહ્યા છે કે, અરિયાના બિલ્કુલ પોતાની મા જેવી છે. તો વળી અમુક કહી રહ્યા છે કે, મહિમાની દીકરી જો ફિલ્મોમાં એન્ટ્રી લેશે, તો તે કેટલીય સુંદર અભિનેત્રીઓને પછાડી દેશે.








    View this post on Instagram






    A post shared by @aryana_chaudhry






    આપને જણાવી દઈએ કે, અરિયાના હાલમાં 15 વર્ષની છે અને તેનું પોતાનું ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે, જેમાં તે પોતાની ક્યૂટ ફોટો શેર કરતી રહે છે. અરિયાના, મહિમા અને એક્સ પતિ બોબી મુખર્જીની દીકરી છે. મહિમા અને બોબીએ વર્ષ 2006માં લગ્ન કર્યા હતા. વર્ષ 2013માં બંને અલગ થઈ ગયા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Mahima chaudhary

    विज्ञापन
    विज्ञापन