માહી અને જયનાં ઘરે આવી નાનકડી પરી, શેર કરી પહેલી તસવીર

આ તસવીરમાં જય ભાનુશાળી તેની દીકરીનાં નાનકડાં પગને ચૂમતો નજર આવે છે.

આ તસવીરમાં જય ભાનુશાળી તેની દીકરીનાં નાનકડાં પગને ચૂમતો નજર આવે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ટીવીની જાણીતી સેલિબ્રિટી માહી વિજ અને જય ભાનુશાળી હાલમાં જ માતા-પિતા બન્યા છે તેમણે તેમની દીકરીની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. માહીએ આજે એટલે કે 21 ઓગષ્ટનાં સવારે જ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. નવાં પેરેન્ટ્સે આ ખુશખબરી તેનાં ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે જ દીકરીની પહેલી તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં પાપા ભાનુશાળી નજર આવે છે. અને દીકરીનાં પગ નજર આવે છે. બંનેએ સુપર ક્યૂટ તસવીર તો શેર કરી પણ દીકરીનાં નામ અંગે કંઇ જાહેર કર્યુ નથી. માહી વિજે ઇન્સ્ટાગ્રામથી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

  આ તસવીરમાં જય ભાનુશાળી તેની દીકરીનાં નાનકડાં પગને ચૂમતો નજર આવે છે. આ પ્રેમભરેલી તસવીર જય અને માહી બંનેએ તેમનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરની કેપ્શનમાં માહીએ લખ્યુ છે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર વી મેડ અ વિશ એન્ડ હિયર યૂ આર.. અમને તારા પેરેન્ટ્સ તરીકે પસંદ કરવા માટે તારો આભાર... હવે અમે સંપૂર્ણ થયા છીએ. અમને આશિર્વાદનાં તરીકે દીકરી મળી છે. ભગવાન આપનો દરેક વાત માટે આભાર, આ અમારા માટે ખુબજ સ્પેશલ છે. મારી બેસ્ટ ફ્રેન્ડ આવી ગઇ મારી જિંદગી બદલાઇ ગઇ.
  તો અન્ય એક તસવીર શેર કરતાં જય લખે છે, 'ભવિષ્ય આવી ગયું છે. રમવાં માટે એક બ્રાન્ડ ન્યૂ બેબી. દસ આંગળીઓ.. દસ નાની નાની આંગળીઓ.. મમ્મી જેવી આંખો અને ડેડી જેવું નાક.. મારી રાજકુમારી તારો આભાર અમને પેરેન્ટ્સ તરીકે પસંદ કરવા માટે.' આ તસવીરમાં ટીવી ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સેલિબ્રિટીઝે કમેન્ટ્સ કરી છે. અને માહી અને જયને વધામણા આપ્યા છે.
  8 વર્ષ બાદ બન્યો પિતા- આપને જણાવી દઇએ કે માહી અને જયનાં લગ્ન વર્ષ 2011માં થયા હતાં. બંને આઠ વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. આ પહેલાં વર્ષ 2017માં બંનેએ તેમનાં હેલ્પરનાં 2 બાળકોને દત્તક લીધા હતાં. જેમાં 5 વર્ષની દીકરી ખુશી છે અને 3 વર્ષનો દીકરો રાજવીર છે. બંનેનાં ભણતરનો તમામ ખર્ચો જય અને માહી ઉપાડે છે.
  Published by:Margi Pandya
  First published: