અમદાવાદઃ મહેશ કનોડિયા (Mahesh Kanodia) એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Gujarati film industry) સરતાજ.જેઓ "મહેશકુમાર એન્ડ પાર્ટી" દ્વારા પણ જાણીતા છે. પરંતુ હવે આ કલાકાર આપણી વચ્ચે નથી રહ્યા. આજે સવારે મહેશ કનોડિયાનું તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન (death) થયું છે.
મહેશ કનોડિયા કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક હતા. તેઓ જેમ સ્ત્રી તથા પુરુષના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત હતા એમ તેઓ જુદાજુદા ગાયકોના જેવા કે લતાજી, રફીસાહેબ, વગેરેના 32 અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર હતા તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાંબા સમય સુધી રહેલા હતા.
મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોની સાથે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે
તેમણે "અપૂર્વ કન્નસુમ" નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. "નીલી આંખે" નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. તેમના ઘણાં ગીતો લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દીગ્ગજોએ ગાયેલાં છે.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ નરેન્દ્ર મોદી સહાય યોજનામાં કાનનું મશીન લેવા જવું વૃદ્ધાને ભારે પડ્યું, ઠગ યુવતી દાગીના સેરવી ગઈ
આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશ
મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે સંગીત આપેલી ફિલ્મોની યાદી આપી છે
વેલીને આવ્યા ફૂલ (૧૯૭૦)જીગર અને અમી (૧૯૭૦) તાનારીરી (૧૯૭૫)તમે રે ચંપો ને અમે કેળવણઝારી વાવભાથીજી મહારાજમરદનો માંડવોઢોલા મારુહિરણને કાંઠે, જોડે રહેજો, રાજસાજણ તારા સંભારણા.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી મહેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયા હતા.
(૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર તરીકે)
(૨) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)
(૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)
(૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)
(૫) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82)
(૬) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)