Home /News /entertainment /

રણબીર આલિયાનાં લગ્નનાં સવાલ પર મહેશ ભટ્ટે આપ્યુ મોટુ નિવેદન

રણબીર આલિયાનાં લગ્નનાં સવાલ પર મહેશ ભટ્ટે આપ્યુ મોટુ નિવેદન

આલિયા ભટ્ટની ફિલ્મોની વાત કરીયે તો તે હાલમાં ખુબજ બીઝી છે. તેની રણબીર કપૂર સાથે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ આવી રહી છે

આલિયા ભટ્ટની ફિલ્મોની વાત કરીયે તો તે હાલમાં ખુબજ બીઝી છે. તેની રણબીર કપૂર સાથે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ આવી રહી છે

    મુંબઇ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં રિલેશન અંગે ખુબ વાતો થાય છે. તો માનવામાં આવી રહ્યું છે કે આ જોડી પણ આગામી વર્ષમાં લગ્ન કરી શકે છે. આ વચ્ચે આલિયા ભટ્ટનાં પિતા મહેશ ભટ્ટે તેમની દીકરીનાં સંબંધને લઇને મોટુ નિવેદન આપ્યું છે. હાલમાં એક ઇવેન્ટ દરમિયાન મહેશ ભટ્ટને રણબીર અને આલિયાની વધતી નજદીકીઓ અંગે સવાલ કરવાામાં આવ્યો હતો તો તેમણે કહ્યું કે, 'હું ક્યારેય મારા બાળકોનાં અંગત જીવન અંગે વાત નહીં કરું. તે એડલ્ટ છે અને આ તેમનો વિશેષ અધિકાર છે'

    મહેશ ભટ્ટે વધુમાં કહ્યું કે, આલિયા હવે મોટી થઇ ગઇ છે. અને આ તેનો અંગત મામલો છે તેને જાતે નક્કી કરવાનું છે આલિયા તેની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રખવા માંગે છે અને તે મારી અને પૂજાની જેમ તેની વાતોને પબ્લિક કરવા માંગતી નથી.'

    આલિયા ભટ્ટની ફિલ્મોની વાત કરીયે તો તે હાલમાં ખુબજ બીઝી છે. તેની રણબીર કપૂર સાથે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ આવી રહી છે. આ સિવાય તે કરણ જૌહરની ફિલ્મ 'કલંક' પણ કરી રહી છે. આ બંને ફિલ્મે વર્ષ 2019માં રિલીઝ થશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Alia Bhatt, Mahesh bhatt, Ranbir Kapoor, Relationship

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन