ઇમેજ ખરાબ કરવાનાં દાવા સાથે, મહેશ ભટ્ટે ભાણેજ વહુ પર દાખલ કર્યો રૂ. 1 કરોડનો માનહાનિનો કેસ

News18 Gujarati
Updated: October 27, 2020, 12:41 AM IST
ઇમેજ ખરાબ કરવાનાં દાવા સાથે, મહેશ ભટ્ટે ભાણેજ વહુ પર દાખલ કર્યો રૂ. 1 કરોડનો માનહાનિનો કેસ
મહેશ ભટ્ટે લવીના લોધ પર કર્યો એક કરોડનો કેસ

આપને જણાવી દઇએ કે, એક્ટ્રેસ લવીના લોધે મહેશ ભટ્ટને બોલિવૂડનો સૌથી મોટો ડોન જણાવ્યો હતો સાથે જ તેનાં પર શોષણ સહિતનાં ઘણાં ગંભીર આરોપો પણ લગાવ્યાં હતાં.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ લવીના લોધે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં ફિલ્મમેકર મહેશ ભટ્ટ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. લવિનાએ મહેશ અને તેનાં ભાઇ મુકેશ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી મોટા ડોન છે. તેમને કારણે ઘણાં બધા કલાકારોની જીંદગી ખરાબ થઇ ગઇ છે. તેણે તેનાં વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, મહેશ ભટ્ટ કોઇપણ કલાકાર સાથે સંબંધ ખરાબ થયા બાદ તેને ફોન કરે છે અને તેને ઇન્ડસ્ટ્રીમાં કામ અપાવવાં માટે દેવાદાર કરી નાખે છે.

હવે આ મામલે હાલમાં જ નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટે બોમ્બે હાઇકોર્ટમાં એક્ટ્રેસ લવીના લોધ વિરુદ્ધ એક કરોડ રૂપિયાનાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સાથે જ તેમણે કોર્ટને અપીલ કરી છે કે, લવીના લોધ વિરુદ્ધ અપ્રિય,જુઠ્ઠુ અપમાનજનક, નિંદનીય આરોપ લગાવવા રોકવામાં આવે. આપને જણાવી દઇએ કે, એક્ટ્રેસ લવીના લોધે મહેશ ભટ્ટને બોલિવૂડનો સૌથી મોટો ડોન જણાવ્યો હતો સાથે જ તેનાં પર શોષણ સહિતનાં ઘણાં ગંભીર આરોપો પણ લગાવ્યાં હતાં.

એટલું જ નહીં, લવીના લોધે સોમવારે દાવો કર્યો હતો કે, તે પ્રેસ કોન્ફરન્સ કરીને મહેશ ભટ્ટ અને તેનાં ભાઇ મુકેશ ભટ્ટ પર ઘણાં ખુલાસા કરશે. લવીના લોધની આ ટિપ્પણી બાદ મહેશ ભટ્ટે બોમ્બે હાઇકોર્ટમાં એક્ટ્રેસ વિરુદ્ધ એક કરોડ રૂપિયાનાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે. આ કેસમાં વધુ સુનાવણી આગામી મહિનાની 16મી તારીખે થશે. સુનાવણી દરમિયાન લોધનાં વકિલે કોર્ટમાં આશ્વાસન આપ્યું હતું કે, એક્ટ્રેસ સુનાવણી દરમિયાન કોઇપણ પ્રકારનાં નિવેદન બંને ભાઇઓ વિરુદ્ધ પ્રકાશિત અને પ્રસારિત નહીં કરે.
View this post on Instagram

I m being harrased by Mahesh Bhatt & family. Pls support.


A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on


ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે લવીના લોધે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો આ વીડિયોમાં તેણે મહેશ ભટ્ટ પર તેનું શોષણ કર્યાનો આરોપ લગાવ્યો હતો. લવિના લોધે તેનાં વીડિયોમાં કહ્યું હતું કે, 'નમસ્તે, મારું નામ લવીના લોધ છે. અને હું આ વીડિયો મારી અને મારા પરિવારની સુરક્ષા માટે બનાવી રહી છું. મારા લગ્ન મહેશ ભટ્ટનાં ભાણીયા સુમિત સભરવાલની સાથે થયા હતાં અને મે ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છે. કારણ કે મને માલૂમ થયુ છે કે, તે ડ્રગ્સ સપ્લાઇ કરે છે. કલાકારોને, જેમ કે, અમાયરા દસ્તૂર, સપના પબ્બી જેવાં. અને તેનાં ફોનમાં ઘણી અલગ અલગ પ્રકારની યુવતીઓની તસવીરો હોય છે, જે તે ડાયરેક્ટર્સને બતાવે છે, તે યુવતીઓ પણ સપ્લાય કરે ચે. અને તમામ વાતોની માહિતી મહેશ ભટ્ટને છે.'
View this post on Instagram


A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on


લવીના લોધે આરોપ લગાવતાં કહ્યું કે, ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટા ડોન મહેશ ભટ્ટ છે. તે આખી સિસ્ટમને ઓપરેટ કરે છે. લવીનાએ ઉમેર્યું કે, જો આપ તેનાં હિસાબે ન ચાલો તો તે આપનું જીવવું હરામ કરી દે છે. મહેશ ભટ્ટે કેટલાંયે લોકોનું જીવન બર્બાદ કરી દીધુ છે. કેટલાંયે એક્ટર, ડિરેક્ટર, કંપોઝર્સ તેનાં કામથી કાઢી નાંખવામાં આવ્યાં છે. તે એક ફોન કરે છે પાછળથી. અને લોકોનું કામ ચાલી જાય છે. અને લોકોને માલૂમ પણ નથી થતુ. તેણે આમ ઘણાં બધાની જીંદગી ખરાબ કરી નાંખી છે. જ્યારથી મે તેમનાં વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે તે હાથ ધોઇને મારી પાછળ પડી ગયા ચે. અલગ અલગ રીતે તે મારા ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. તેમણે સપૂર્ણ પ્રયાસ કર્યો મને મારા ઘરમાંથી કાઢી મુકવાનો. જ્યારે હું પોલીસ સ્ટેશન એનસી લખાવવાં જવું છુ તો મારી એનસી કોઇ લેતું નથી. અને જો એનસી લખવામાં આવે છે તો તેનાં વિરુદ્ધ કોઇ પગલાં લેવામાં આવતાં નથી.લવીના વધુમાં કહે છે કે, 'જો કાલ ઉઠીને કોઇ અકસ્માત મારી કે મારા પરિવારની સાથે થાય છે તો, તે માટે મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, સુમિત સભરવાલ, સાહિલ સહગલ અને કુમકુમ સહગલ જવાબદાર હશે. લોકોને માલૂમ તો પડે કે, બંધ દરવાજા પાછળ આ લોકોએ કેટલાંય લોકોનું જીવન બર્બાદ કરી નાખ્યું છે અને તેઓ શું શું કરી શકે છે. કારણ કે, મહેશ ભટ્ટ ખુબજ શક્તિશાળી અને પ્રભાવશાળી છે. ' તે લવીના લોધનાં તે આરોપો પર મહેશ ભટ્ટની લીગલ ટીમે જવાબ આપ્યો છે. મહેશ ભટ્ટે તેનાં ઉપર લાગેલાં તમામ આરોપોને ખોટા જણાવ્યાં છે. અને તે આ મામલા કાયદાકીય પગલાં ભરવા તૈયાર થઇ ગયો છે.
Published by: Margi Pandya
First published: October 27, 2020, 12:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading