Mahesh babu Trolled: 'તને ભલે બોલિવૂડ અફોર્ડ ન કરી શકે, પાન મસાલાવાળા કરી શકે છે'
Mahesh babu Trolled: 'તને ભલે બોલિવૂડ અફોર્ડ ન કરી શકે, પાન મસાલાવાળા કરી શકે છે'
મહેશબાબુ થયો ટ્રોલ
Mahesh Babu Trolled For PanMasala Adv: મહેશ બાબુ ટાઇગર શ્રોફની સાથે એક પાન મસાલા બ્રાન્ડ સાથેના કેમ્પેઇનનો હિસ્સો હતા. આ બાબતે ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, બોલિવૂડ મહેશ બાબુ એફોર્ડ ન કરી શકે, પરંતુ પાન મસાલા કરી શકે છે.
હાલ મનોરંજન ઉદ્યોગમાં ભાષા વિવાદ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ અજય દેવગન (Ajay devgan) અને સુદીપ કિચ્ચા વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું હતું, તો બીજી તરફ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh babu)એ પણ હિન્દી સિનેમા (Hindi cinema) અને સાઉથ સિનેમાને લઈને મોટું નિવેદન આપ્યું હતું, ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. આ દરમિયાન મહેશ બાબુ પોતાની જૂની એડ ફિલ્મ બાબતે ટ્રોલ થઈ રહ્યા છે.
મહેશ બાબુએ તાજેતરમાં આદિવી શેષના ટ્રેલર લોન્ચમાં આપેલ નિવેદને ચર્ચા જગાવી છે. બોલિવૂડની ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, બોલિવૂડ મને એફોર્ડ કરી શકે તેમ નથી. મહેશ બાબુ હિન્દીના આ નિવેદનથી હિન્દી બેલ્ટના લોકો ગુસ્સે થયા હતા. હવે તેઓ મહેશ બાબુના ટ્રોલ કરી શકાય એવા નિવેદનો અને વિડીયો શોધી રહ્યા છે અને લાવી રહ્યા છે. આ સાથે યુઝર્સના હાથમાં મહેશ બાબુની જૂની એડ આવી ગઇ છે. જેમાં તે પાન મસાલાની એડ કરી રહ્યા છે.
ગત વર્ષે મહેશ બાબુ ટાઇગર શ્રોફની સાથે એક પાન મસાલા બ્રાન્ડ સાથેના કેમ્પેઇનનો હિસ્સો હતા. આ બાબતે ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, બોલિવૂડ મહેશ બાબુ એફોર્ડ ન કરી શકે, પરંતુ પાન મસાલા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મહેશ બાબુએ કહ્યું હતું કે, મને હિન્દીમાં અસંખ્ય ઓફર મળી છે. જો કે, હું માનું છું કે તેઓ મને એફોર્ડ કરી શકે તેમ નથી. હું મારો અથવા અન્ય લોકોનો સમય બગાડવા માંગતો નથી. મેં ક્યારેય તેલુગુ સિનેમા છોડવાનું કે અન્ય સ્થળોએ જવાનું વિચાર્યું નથી. કારણ કે, અહીં મારી ખ્યાતિ અને પ્રેમ છે. મેં હંમેશાં અહીં ફિલ્મો બનાવવાનો અને તેને લોકપ્રિયતામાં વધારો થતો જોવાનો વિચાર કર્યો છે અને તે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આ ટ્રોલિંગ વચ્ચે મહેશ બાબુના ચાહકો તેમનો બચાવ કરી રહ્યા છે.
સાઉથના ઘણા કલાકારોએ પાન મસાલા બ્રાન્ડની જાહેરાત કરવાના પાડી દીધી હતી અને લોકોએ તેના વખાણ પણ કર્યા હતા. આ સાથે અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સની ટીકા કરી હતી. પરંતુ બીજી તરફ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવતા મહેશ બાબુ પાન મસાલાનું પ્રમોશન કરતા જોવા મળ્યા છે. લોકો આ વાતને મહેશ બાબુનું ડબલ સ્ટાન્ડર્ડ કહી રહ્યા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર