Home /News /entertainment /Video : પિતાના નિધનથી ખરાબ રીતે ભાંગી પડ્યો મહેશ બાબુ, આવી હાલત જોઇને ભાવુક થયા ફેન્સ

Video : પિતાના નિધનથી ખરાબ રીતે ભાંગી પડ્યો મહેશ બાબુ, આવી હાલત જોઇને ભાવુક થયા ફેન્સ

મહેશ બાબુના પિતા કૃષ્ણા ગરુના અંતિમ સંસ્કાર

મહેશ બાબુના પિતા કૃષ્ણા ગરુના અંતિમ સંસ્કારનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સનું દિલ તૂટી ગયું છે.

સાઉથ સિનેમાના દિગ્ગજ સ્ટાર અને એક્ટર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમનેનીનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવાર અને ફેન્સ તેમજ સમગ્ર ઈન્ડસ્ટ્રીને મોટો આઘાત લાગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક બાદ તેમને હૈદરાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તે જ સમયે, મહેશ બાબુ તેના પિતાના મૃત્યુ પછી ખરાબ રીતે ભાંગી પડ્યો છે. હાલમાં જ કૃષ્ણા ગરુના અંતિમ સંસ્કારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહેશ બાબુની હાલત જોઈને ફેન્સનું દિલ તુટી જાય છે.

આ પણ વાંચો : ઇન્ટીમેટ સીન વખતે બેકાબૂ થઇ જતા વિનોદ ખન્નાએ કહી દીધું હતું, 'હું કોઇ સંત નથી, મને સંભોગની જરૂર છે...'

કૃષ્ણ ગરુના નિધનના સમાચાર દરેક માટે મોટા આઘાતથી ઓછા નથી. બીજી તરફ મહેશ બાબુ આ સમાચારથી ભાંગી પડ્યો છે. થોડા સમય પહેલા તેણે તેની માતાનું નિધન થયું હતું અને હવે તેના પિતાના મૃત્યુ પછી તે પોતાના આંસુ રોકી શક્યો નહીં. કૃષ્ણ ગરુના અંતિમ દર્શન વખતે મહેશ રડી પડ્યો હતો. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે મહેશ બાબુ મહેમાનોને મળી રહ્યો છે અને આ દરમિયાન તે મહેમાનોની સામે પોતાના આંસુ રોકી શકતા નથી. જો કે, તે બીજી જ ક્ષણે પોતાની જાતને સંભાળી પણ લે છે.




કૃષ્ણાના નિધનના સમાચાર સાંભળીને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા છે. આ દરમિયાન તે મહેશના પરિવારને સાંત્વના આપતો જોવા મળ્યા હતા. મહેશ તેના માતા-પિતાની ખૂબ જ નજીક હતો અને થોડા મહિનાના ગાળામાં જ બંનેને ગુમાવવા એ તેના માટે મોટા દુ:ખનો પહાડ તૂટવા સમાન છે. તે જ સમયે, પરિવારની સાથે, ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ આ મુશ્કેલ સમયમાં મહેશની સાથે ઉભા જોવા મળે છે.

આ પણ વાંચો :  જ્હાન્વી કપૂરે વર્ક આઉટ માટે પહેરી લીધો હદથી નાનો ડ્રેસ, લોકો કરવા લાગ્યા ન કરવાની કમેન્ટ્સ

350થી વધારે ફિલ્મોમાં કર્યુ હતું કામ


મહેશ બાબૂના પિતા કૃષ્ણ તેલુગૂ સિનેમાના ખૂબ જ જાણીતા એક્ટર હતાં. તે એક્ટરની સાથે-સાથે પ્રોડ્યુસર, ડિરેક્ટર અને રાજનેતા પણ હતાં. તે પદ્મવિભૂષણથી સન્માનિત હતાં. તેમણે 5 દાયકામાં આશરે 350 ફિલ્મોમાં કામ કર્યુ હતું, તેમને સુપરસ્ટારનું ટેગ પણ મળેલું છે. કૃષ્ણાએ પોતાના કરિયરની શરુઆત નાના પાત્રથી કરી હતી. 1961માં તેમણે ડેબ્યૂ કર્યુ હતું.



લીડ એક્ટર રીતે તેમણે 1965માં ફિલ્મ 'The Manasulu'થી કરી હતી. પ્રોફેશનલ લાઇફ સિવાય કૃષ્ણા પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ઘણું ચર્ચામાં રહેતા હતાં. તેમણે બે લગ્ન કર્યા હતાં. પહેલા લગ્ન ઈન્દિરા સાથે અને બીજા લગ્ન વિજય નિર્માલાની સાથે કર્યા હતાં. ઈન્દિરાના પાંચ બાળક છે. તેમાંથી બે મોટા દિકરા રમેશ બાબૂ અને મહેશ બાબૂ છે તથા ત્રણ દીકરીઓ છે.
First published:

Tags: Mahesh Babu, Mahesh Babu movie, South Actor, South Cinema News