Home /News /entertainment /હવે મહેશ બાબુની ફિલ્મના ગીત Kalavathi ના ડાન્સનો ક્રેઝ, થમન અને શેખરે પણ લીધી કલાવતી ચેલેન્જ

હવે મહેશ બાબુની ફિલ્મના ગીત Kalavathi ના ડાન્સનો ક્રેઝ, થમન અને શેખરે પણ લીધી કલાવતી ચેલેન્જ

કલાવતી સોન્ગનો ક્રેઝ

મહેશ બાબુ (Mahesh Babu) સ્ટારર ફિલ્મ સરકારુ વારી પાતા (Sarkaru Vaari Paata) નું ગીત કલાવતી (Kalavathi) મ્યુઝિક ડાયરેક્ટર થમન અને શેખર માસ્ટરને રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા અને થિરકતા જોઈ શકાય છે

મહેશ બાબુ (Mahesh Babu) સ્ટારર ફિલ્મ સરકારુ વારી પાતા (Sarkaru Vaari Paata) નું લવ સોંગ (love song) કલાવતી (Kalavathi) એ યુટ્યુબ પર જોરદાર વ્યુઝ સાથે ખૂબ જ ધમાલ મચાવી દીધી હતી. થોડા દિવસો પહેલા મહેશ બાબુની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે તાજેતરમાં જ રિલીઝ થયેલા ગીત કલાવતી પર ઝૂમતી અને ડાન્સ કરતી જોવા મળી હતી. હવે મ્યુઝિક ડાયરેક્ટર થમન અને શેખર માસ્ટરને રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા અને થિરકતા જોઈ શકાય છે. બન્નેનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


સંગીતકાર થમને ટ્વિટર પર એક ક્લિપ પોસ્ટ કરી હતી. જેમાં તે કલાવતી ગીત પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શેખર માસ્ટરે ગીતના ઓરિજનલ વર્ઝનને કોરિયોગ્રાફ કર્યું હતું અને તે આ વીડિયોમાં પણ સામેલ છે. થમને પોતાના આ વીડિયોમાં એક ઈન્ટ્રસ્ટિંગ કેપ્શન લખ્યું, “Siggggguthooooooo!!! Nannnnuu nennneeaaaaaaa. મારી સાથે જોડાવા માટે પ્રિય શેખર માસ્ટરનો આભાર. અમારા પોતાના સુપરસ્ટાર મહેશ બાબુ ગારુને મારો ખૂબ પ્રેમ.” (Siggggguthooooooooo!!! Nannnnuu nennnneeaaaaaaa. thanks to dear master Shekar Master for joining me. My love to our very own superstar Mahesh Babu gaaru)





ચાહકો થમનના મૂવ્સની પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા કહ્યું છે કે, “જે સંગીત નિર્દેશક છે, જે ક્રિકેટ રમે છે. અને સારો ડાન્સર પણ છે તે છે થમન. અન્ય એક ટ્વિટર યૂઝરે કોમેન્ટ કરીને કહ્યું "સુપર અન્ના."


તાજેતરમાં ફિલ્મની ફીમેલ લીડ કીર્તિ સુરેશ (Keerthy Suresh) એ આ લવ સોન્ગના હૂક સ્ટેપ પર એક વિડિઓ શેર કર્યો છે. આ વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.


ટ્રેકના રીલિઝ પહેલા લીક થઈ ગયા હોવા છતાં સોન્ગ કલાવતીએ મ્યૂઝિક લવર્સ સાથે તાલ મિલાવ્યો છે. મહેશ બાબુ અને કીર્તિ સુરેશના લવ ડ્યુએટ સોન્ગ ચાર્ટબસ્ટર બન્યું છે અને 35+ મિલિયન વ્યૂઝથી વધુ વ્યૂઝનો રેકોર્ડ પાર કરી ચૂક્યું છે અને યૂટ્યૂબ પર નંબર વન ટ્રેન્ડ થઈ રહ્યું છે.


આ પણ વાંચોValimai : અજીત કુમારની 'વલીમાઇ' Box Office પર ધૂમ મચાવશે, હિન્દીમાં પણ થશે રિલીઝ, કરશે કરોડોની કમાણી!

પરશુરામના દિગ્દર્શન હેઠળની ફિલ્મ સરકાર વારી પાતાનું શૂટિંગ પૂર્ણ થવાના આરે છે. તે 12 મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ મૂવી Mythri Movie Makers, 14 Reels Plus, અને G. Mahesh Babu Entertainment બેનર્સ દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવી છે.


First published:

Tags: Mahesh Babu, South Cinema, South Cinema News, Telugu Film, Tollywood

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો