Home /News /entertainment /

Mahesh Babu: બોલિવૂડમાં ડેબ્યૂને લઈને મહેશ બાબુનું મોટું નિવેદન, કહ્યું- મને બૉલીવુડવાળા અફોર્ડ કરી શકે નહીં

Mahesh Babu: બોલિવૂડમાં ડેબ્યૂને લઈને મહેશ બાબુનું મોટું નિવેદન, કહ્યું- મને બૉલીવુડવાળા અફોર્ડ કરી શકે નહીં

મહેશ બાબુ નથી બનવા માંગતા પાન ઇન્ડિયા સ્ટાર

south cinema vs bollywood - મહેશ બાબુએ સાઉથ ઈન્ડસ્ટ્રી વિશે કહ્યું કે તેમને અહીં સ્ટારડમ અને સન્માન બંને મળ્યું છે. આ તેમના માટે મોટી વાત છે. એટલા માટે તે પોતાની ઈન્ડસ્ટ્રી સિવાય અન્ય કોઈ ફિલ્મોનો ભાગ બનવા માંગતા નથી

સાઉથ સિનેમાના (south cinema)સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુ (Mahesh Babu) તેમની એક્ટિંગ અને ફિલ્મો માટે જાણીતા છે. તેમણે સાઉથ સિનેમામાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે આ વખતે તેમની કોઈ ફિલ્મને કારણે નહીં, પરંતુ બોલિવૂડમાં (bollywood)તેના ડેબ્યૂ (Mahesh Babu on bollywood debut) વિશે આપવામાં આવેલા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. હિન્દી ફિલ્મોમાં કામ કરવા અંગે અભિનેતા કહે છે કે તેને ઘણી ફિલ્મોની ઑફર્સ મળે છે. પરંતુ તેઓ વિચારતા નથી કે તેઓ તેમને પરવડી શકશે. ત્યારે જ્યાં તેમને અફોર્ડ ન કરી શકે, તેવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને તેઓ પોતાનો સમય બગાડવા માંગતા નથી.

મહેશ બાબુએ સાઉથ ઈન્ડસ્ટ્રી વિશે કહ્યું કે, તેમને અહીં સ્ટારડમ અને સન્માન બંને મળ્યું છે. આ તેમના માટે મોટી વાત છે. એટલા માટે તે પોતાની ઈન્ડસ્ટ્રી સિવાય અન્ય કોઈ ફિલ્મોનો ભાગ બનવા નથી માંગતા. તે હંમેશા ફિલ્મો કરવા અને મોટા બનવાનું વિચારે છે અને તેનું સ્વપ્ન પણ હવે સાકાર થઈ રહ્યું છે. અભિનેતા કહે છે કે 'તેનું સપનું પૂરું થઈ રહ્યું છે, તેના કરતાં વધુ ખુશીની બીજી શું વાત હોઈ શકે.'

આ પણ વાંચો - યૂઝરે સુનિલ શેટ્ટીને ગણાવ્યો 'ગુટખા કિંગ', એક્ટરે આપી ચશ્મા બદલવાની સલાહ

મહેશ બાબુ નથી બનવા માંગતા પાન ઇન્ડિયા સ્ટાર

તમને જણાવી દઈએ કે, મહેશ બાબુએ તેમના પ્રોડક્શન વેન્ચર 'મેજર'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન પોતાના બોલિવૂડ ડેબ્યૂ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ખુશી વ્યક્ત કરી કે તેલુગુ ફિલ્મના બ્લોકબસ્ટર પ્રદર્શનથી ભારતીય સિનેમાનો અર્થ બદલાઈ ગયો છે. તે પાન ઇન્ડિયા સ્ટાર નથી કહેવડાવવા માંગતા. તેના બદલે, તે દક્ષિણને વધુ મોટું કરવા માંગે છે.

મહેશ બાબુએ પ્રોડ્યુસ કરી છે ફિલ્મ 'મેજર'

સાઉથની ફિલ્મ 'મેજર'ને મહેશ બાબુ (Mahesh Babu Film Major)એ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનું ટ્રેલર ગત દિવસે જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનનું જીવન દર્શાવાયું છે, જે 2008ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન શહીદ થયા હતા. તેમના ત્યાગ અને બલિદાનને આ ફિલ્મ દ્વારા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અભિનેતા આદિવી શેષે મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેની ઓપોઝીટ અભિનેત્રી સાઈ માંજરેકર છે. આ ફિલ્મનું નિર્દેશન શશિ કિરણ ટિક્કાએ કર્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Bollywood Film, Mahesh Babu

આગામી સમાચાર