ચેન્નઇ: સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુ હાલમાં ચર્ચામાં છે. તેમની ખુશીઓ આસમાન પર છે. તેમની ફિલ્મ 'ભારત આને નેનૂ' બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી છે. ફક્ત 2 દિવસમાં દુનિયાભરમાં 160 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી આ ફિલ્મ હાલમાં ચારેય તરફ છવાઇ ગઇ છે. ફિલ્મની ધમાકેદાર ઓપનીંગને જોતા મહેશ બાબૂએ તેમનાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર પણ હાલમાં ચર્ચામાં છે.
મહેશ બાબુએ તેમનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં તે તેમની પત્ની નમ્રતા શિરોડકરને કિસ રતાં નજર આવે છે. આ ફોટો શેર કરતાંની સાથે જ લખ્યુ છે. 'થેન્ક્યુ માય લવ'. આ તસવીરનાં જવાબમાં નમ્રતાએ લખ્યુ છે, 'આઇ લવ યુ ટૂ માય લવ'. ઇન્ડસ્ટ્રીનાં આ બંને લવ બર્ડ્સની તસવીર હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
આ તસવીર વાયરલ થવાનું એક કારણ છે મહેશ તેમની પર્સનલ લાઇફને સોશિયલ મીડિયાથી હમેશાં દૂર રાખે છે તેણે પહેલી વખત આ રીતે પોસ્ટ કરી છે. તેથી તેમના ચાહકો પણ ખુબ ખુશ છે. આજ કારણ છે કે હાલમાં આ તસવીર છવાઇ ગઇ છે.