Home /News /entertainment /

સુપરસ્ટાર મહેશ બાબુનો ભાઈ હોટેલમાં એક્ટ્રેસની સાથે રંગેહાથ ઝડપાયો, પત્નીએ ચપ્પલ વડે માર્યો અને ગાળાગાળી કરી

સુપરસ્ટાર મહેશ બાબુનો ભાઈ હોટેલમાં એક્ટ્રેસની સાથે રંગેહાથ ઝડપાયો, પત્નીએ ચપ્પલ વડે માર્યો અને ગાળાગાળી કરી

મહેશ બાબુના ભાઈ નરેશ બાબુ પર પત્નીએ ચપ્પલ વડે હુમલો કર્યો.

mahesh babu brother:સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુનો સાવકો ભાઈ નરેશ બાબુ ચોથા લગ્નના કારણે ચર્ચામાં છે. નરેશ ટૂંક સમયમાં કન્નડ એક્ટ્રેસ પવિત્રા લોકેશની સાથે ચોથા લગ્ન કરવાનો છે.

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુનો સાવકો ભાઈ નરેશ બાબુ ચોથા લગ્નના કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સના અનુસાર, નરેશ ટૂંક સમયમાં કન્નડ એક્ટ્રેસ પવિત્રા લોકેશની સાથે ચોથા લગ્ન કરવાનો છે. રિપોર્ટ્સ પ્રમાણે, તે પોતાની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિથી અલગ થઈ ગયો છે, પરંતુ લાગે છે કે ચોથા લગ્ન નરેશ માટે સરળ નહીં હોય. એટલા માટે તેની લવ લાઈફ અત્યારે ચર્ચામાં છે.

નરેશ પર હુમલાનો પ્રયાસ
એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં નરેશને રામ્યાએ મૈસૂરની એક હોટેલમાં પવિત્રા સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. નરેશ પર તેની એક્સ વાઈફ રામ્યાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. વીડિયોમાં નરેશ-પવિત્રા હોટેલ રૂમમાં પોલીસ પ્રોટેક્શનની વચ્ચે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. જ્યારે રામ્યા તેના પર ચપ્પલ ફેંકવાનો પ્રયાસ કરે છે અને ગાળો આપતી જોવા મળી રહી છે.

તેના પછી નરેશે લિફ્ટમાં જતા રામ્યાને ફ્રોડ મહિલા ગણાવી હતી. દાવો છે કે રાકેશ શેટ્ટી નામના વ્યક્તિ સાથે રામ્યાનું અફેર ચાલી રહ્યું છે. તે બંને મળીને તેણે બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જ્યારે રામ્યાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કરતા કહ્યું કે, તેઓ બેસ્ટ ફ્રેન્ડ છે પરંતુ આખી રાત એક રૂમમાં સાથે રોકાયા હતા. મને મારા દીકરાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. હું હિન્દુ પરિવારથી છું, મને મારા પતિથી અલગ થવાનું પસંદ નથી.

નરેશની સાથે લિવ ઈનમાં રહે છે પવિત્રા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પવિત્રા લોકેશે મૈસૂર પોલીસનો સંપર્ક કર્યો અને રામ્યાની વિરુદ્ધ સ્ટોક કરવા અને સાઈબર હેરેસમેન્ટની ફરિયાદ કરી છે. ચર્ચા છે કે નરેશ અને પવિત્રા લિવ ઈનમાં રહે છે. એ વાત અલગ છે કે નરેશ અને પવિત્રાએ ક્યારેય પોતાના રિલેશન જાહેર નથી કર્યા, પરંતુ તેઓ સાથે ઘણી જગ્યાએ જોવા મળે છે. પવિત્રા વર્ષ 2017માં પોતાના પતિ સુચેન્દ્ર પ્રસાદથી અલગ થઈ હતી. બંનેએ હજી સુધી છૂટાછેડા નથી લીધા. પવિત્રાએ છેલ્લે મહેશ બાબુની ફિલ્મ Sarkarua Vaari Paataમાં જોવા મળી હતી. મૂવીમાં તે મહેશ બાબુની માતા બની હતી.

ત્રણ લગ્ન કરી ચૂક્યો છે નરેશ
નરેશ દિવંગત અભિનેત્રી વિજયા નિર્મલા અને તેના પહેલા પતિ કૃષ્ણામૂર્તિનો દીકરો છે. નરેશનાં પહેલાં લગ્ન ડાન્સ માસ્ટર શ્રીનુની દીકરી સાથે થયા હતાં, તેના પછી રેખા શાસ્ત્રી સાથે અને ત્રીજા રામ્યા સાથે. રામ્યા સાથે નરેશ અલગ થઈ ગયો છે. બંનેનાં સત્તાવાર રીતે છૂટાછેડા નથી થયા. નરેશ બાબુ વ્યવસાયે એક્ટર, નેતા અને સામાજીક કાર્યકર્તા છે.

Published by:Priyanka Panchal
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन