Home /News /entertainment /

બાહુબલીના રેકોર્ડને તોડવાની તૈયારીમાં આ ફિલ્મ, 2 દિવસમાં કરી 100 કરોડની કમાણી

બાહુબલીના રેકોર્ડને તોડવાની તૈયારીમાં આ ફિલ્મ, 2 દિવસમાં કરી 100 કરોડની કમાણી

    વર્ષ 2018માં અત્યાર સુધીના બોક્સ ઓફિસના કલેક્શનની વાત કરીએ, તો એક ટોલીવુડ ફિલ્મ સૌથી આગળ નીકળી ગઈ છે. કદાચ તમને નામ અને કહાની સમજમાં નહિં આવે, કદાચ તમે હિરોનું નામ પણ સારી રીતે ન જાણતા હોવ, પરંતુ સિનેમાં પ્રેમી હોવાના નાતે તમારે જાણવુ જરૂરી છે કે ફિલ્મ 'ભારત અને નેનૂ'એ 2 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. ફિલ્મમાં મુખ્ય રોલમાં છે સુપરસ્ટાર મહેશ બાબૂ.

    દુનિયાભરમાં ફિલ્મ બાહુબલીની જેમ જ ખુબ ચર્ચિત થઈ રહી છે. આશા કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ ફિલ્મ બાહુબલીનો પણ રેકોર્ડ તોડી શકે છે. ફિલ્મના બોક્સ ઓફિસના કલેક્શનથી લઈને ટ્રેટ એનાલિસ્ટ તરણ આદર્શ ટ્વીટ કર્યું છે.



    'ભારત અને નેનૂ' આ શુક્રવારે જ રિલીઝ થઈ હતી. બાહુબલીને છોડી દઈએ તો આ ટોલીવુડની સૌથી ઝડપથી કમાણી કરનારી આ ફિલ્મ બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ સતત હાઉસફુલ થઈ રહી છે. દેશમાં જ નહીં, વિદેશમાં પણ આ ફિલ્મે સારી કમાણી કરી છે. અમેરિકામાં પણ ફિલ્મ પહેલા જ વીકેન્ડમાં 20 લાખ ડોલર રૂપિયાની કમાણી કરી લીધી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: ફિલ્મ

    આગામી સમાચાર