26/11 આતંકી હુમાલામાં શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણન પર ફિલ્મ બનાવશે મહેશ બાબૂ, જુઓ 'મેજર'ની પહેલી ઝલક
26/11 આતંકી હુમાલામાં શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણન પર ફિલ્મ બનાવશે મહેશ બાબૂ, જુઓ 'મેજર'ની પહેલી ઝલક
જુઓ 'મેજર'સંદીપ ઉન્નીકૃષ્ણનની પહેલી ઝલક
મહેશ બાબૂ (Mahesh Babu) એ તે સંદીપ ઉન્નીકૃષ્ણન (Sandeep UnniKrishnan) પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. ફિલ્મમાં આદિવી શેષ (Adivi Sesh), સંદીપ ઉન્નીકૃષ્ણનનની ભૂમિકા અદા કરશે. તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં સંદીપ ઉન્નીકૃષ્ણનનું કેરેક્ટર અદા કરનારા અદિવી શેષનો લૂક જાહેર કર્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર મહેશ બાબૂ (Mahesh Babu)એ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એલાન કર્યું છે કે તે 26/11 આતંકી હુમલા પર (26/11 Mumbai Terrorist Attack) ફિલ્મ બનાવવાનો છે. જે 26/11 હુમલાનાં હીરો સંદીપ ઉન્નીકૃષ્ણન (Sandeep Unnikrishnan)ની આસપાસ ફરેછે. સંદીપ ઉન્નીકૃષ્ણન જ હતાં, જેમણે 26/11 હુમલા દરમિયાન તાજ હોટલમાં ફંસાયેલા સેંકડો લોકોનો જીવ બચાવ્યો હતો. અને તેમને હોટલની બહાર કાઢ્યાં હતાં. પણ તે પોતે આતંકીઓ સામે લડતા શહીદ થઇ ગયા હતાં.
હવે મહેશ બાબૂએ તે સંદીપ ઉન્નીકૃષ્ણન પર ફિલ્મ બનાવવાની જાહેરત કરી છે. ફિલ્મમાં અદિવી શેષ, સંદીપ ઉન્નીકૃષ્ણનનની ભૂમિકામાં નજર આવશે. તેણે વીડિયો શેર કર્યો છે, જેમાં સંદીપ ઉન્નીકૃષ્ણનનું કિરદાર અદા કરી રહેલાં અદિવી શેષનો લૂક શેર કર્યો છે.
આ ફિલ્મ તેલુગુ અને હિન્દી બે ભાષામાં રિલીઝ થશે. ફિલ્મમાં મહેશ બાબૂ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. મહેશ બાબૂએ ફિલ્મની જાહેરાત કરતાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં અદિવી શેષ ફિલ્મમાં મેજર ઉન્નીકૃષ્ણનનાં રોલમાં પોતાને ઢાળવા અને તેમાં આવનારા પડકાર અંગે વાત કરતાં નજર આવે છે.
અદિવી શેષે વીડિયોમાં એમ જણાવ્યું છે કે, કારણકે સંદીપ ઉન્નીકૃષ્ણન 26/11 હુમલામાં 27 નવેમ્બરનાં શહીદ થયા હતાં તેથી આ વીડિયો પણ તે તારીખનાં રિલીઝ કરવામાં આવ્યો છે. મહેશ બાબૂએ તેમનાં ટ્વિટર પેજ પર આ વીડિયો શેર કર્યો છે. જેની કેપ્શનમાં લખ્યું છે, '#MajorBeginnings દેશનાં નાયકની પ્રેરણાદાયક યાત્રા, મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન !! આદિવી શેષ અને આકી ટીમને શુભકામનાઓ'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર