Home /News /entertainment /બર્થ ડે પર મહાઠગ સુકેશે જેકલીનને લખ્યો પત્ર, કહ્યું તારા દિલમાં જે છે એ મને ખ્યાલ છે

બર્થ ડે પર મહાઠગ સુકેશે જેકલીનને લખ્યો પત્ર, કહ્યું તારા દિલમાં જે છે એ મને ખ્યાલ છે

ઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને તેના જન્મદિવસ પર એક પત્ર લખ્યો હતો. (ફોટોઃ ન્યૂઝ18)

Conman Sukesh Chandrashekhar Writes to Jacqueline Fernandez: તિહાર જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને તેના જન્મદિવસના અવસર પર એક પત્ર લખ્યો છે. આમાં તેણે ફિલ્મ અભિનેત્રી માટે પોતાની લાગણી વ્યક્ત કરવામાં કોઈ કસર છોડી નથી. સુકેશે દાવો કર્યો હતો કે, તે જેકલીનને ડેટ કરી રહ્યો હતો. પરંતુ અભિનેત્રીએ તેને કથિત રીતે નકારી કાઢ્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હી : 200 કરોડના (money laundering) મની લોન્ડરિંગ કેસમાં (Tihar Jail)તિહાર જેલમાં બંધ મહાઠગ (Sukesh Chandrashekhar)સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને તેના જન્મદિવસના અવસર પર એક પત્ર લખ્યો છે.

જેકલીનને લખેલા પત્રમાં સુકેશે કહ્યું હતું કે, 'માઈ બુમ્મા, તારા જન્મદિવસના અવસર પર હું તને ખૂબ જ યાદ કરી રહ્યો છું.' સુકેશે કહ્યું કે, 'મારી પાસે શબ્દો નથી, પણ હું જાણું છું કે, તારો મારા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય. , તે ફક્ત મારા માટે છે.' સુકેશ ચંદ્રશેખરે પત્રમાં કહ્યું હતું કે, 'હુ તારી ઉર્જાને મારી આસપાસ ખૂબ જ મીસ કરી રહ્યો છુ.'

સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને લખેલા પત્રમાં કહ્યું હતું કે, 'હું જાણું છું કે, તમારા દિલમાં શું છે, મને કોઈ પુરાવાની જરૂર નથી.' સુકેશ ચંદ્રશેખરે પત્રમાં કહ્યું હતું કે, 'તમે જાણો છો કે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મારા માઈ બુમ્મા.' સુકેશે કહ્યું કે, 'તારી અને તારા પ્રેમની કોઈ કિંમત નથી,

આ પણ વાંચો  : Video : 'બીજલી બીજલી' ગીત પર દેશી ડાન્સ કરતા નીરજ ચોપરાનો વીડિયો થયો વાયરલ, વીરાટે પણ લગાવ્યા ઠુમકા...

આ મારા જીવનની શ્રેષ્ઠ ભેટ છે.' સુકેશે પત્રમાં કહ્યું કે, 'લવ યુ માય બેબી માય હાર્ટ, સુકેશ ચંદ્રશેખરને કરોડોની છેતરપિંડી અંગે જેકલીન ફર્નાન્ડીઝને પણ પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ તેણે તેમાં પોતાની સંડોવણીની ના પાડી દીધી છે.

સુકેશ ચંદ્રશેખરે આ મહિનાની શરૂઆતમાં જેકલીન ફર્નાન્ડિસને એક પત્ર પણ લખ્યો હતો. તેણે મીડિયાને હોળીની શુભેચ્છાઓ અને જેકલીન ફર્નાન્ડિઝ માટે એક લવ નોટ સાથે નિવેદન જારી કર્યું હતું. આ ઠગની 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની પણ ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. સુકેશની ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રેલીગેયરના ભૂતપૂર્વ પ્રમોટર માલવિંદર સિંહની પત્ની સાથે છેતરપિંડી કરવા સંબંધિત નવા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
First published:

Tags: Jaqualine Fernandise, Sukesh Chandrasekhar