કરન જોહરને NCBની નોટિસ પર બોલ્યા કોંગ્રેસ નેતા- કંગના રનૌટને કેમ હજુ સુધી નથી બોલાવી?
કરન જોહરને NCBની નોટિસ પર બોલ્યા કોંગ્રેસ નેતા- કંગના રનૌટને કેમ હજુ સુધી નથી બોલાવી?
કરન જોહર અને કંગના રનૌટનો ફાઇલ ફોટો
મહારાષ્ટ્રનાં કોંગ્રેસનાં નેતા સચિન સાવંતે સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું છે કે, આ બદનામ કરવાનો પ્રયાસ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તે વીડિયો 2019નો હતો. જ્યારે ફડણવીસ સરકાર હતી. તે સમયે તપાસ કેમ નહોતી થઇ?
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) હાલમાં જ બોલિવૂડ ફિલ્મમેકર કરન જોહર (Karan Johar)ને નોટિસ ફટકારી છે વર્ષ 2019ની પાર્ટી અંગે કેટલાંક સવાલ કર્યા હતાં. કરન જોહરે NCBને આ મામલે જવાબ પણ આપી દીધો છે. હવે આ મામલે મહારાષ્ટ્રનાં કોંગ્રેસનાં નેતા સચિન સાવંતે સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું છે કે, આ બદનામ કરવાનો પ્રયાસ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તે વીડિયો 2019નો હતો. જ્યારે ફડણવીસ સરકાર હતી. તે સમયે તપાસ કેમ નહોતી થઇ? આખરે NCB કંગના રનૌટ (Kangana Ranaut)ને સમન્સ કેમ નથી મોકલી રહી?
કોંગ્રેસ નેતા સચિન સાવંતે ટ્વિટ કરી સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે ફડણવીસ સરકાર સત્તામાં હતી ત્યારે NCBએ કરનજોહરની પાર્ટીની તપાસ કેમ નહોતી કરી? વીડિયો 2019નો છે. અને તે સમયે ફડણવીસ મુખ્યમંત્રી હતાં.
સાવંતે તેમ પણ સવાલ કર્યો છે કે, આખે NCB હાલમાં પણ તપાસ માટે કંગના રનૌટને નથી બોલાવી રહી? જ્યારે કંગનાએ એક વીડિયોમાં પોતે કબુલ્યું છે કે, તેને માદક પદાર્થ લીધા હતાં. તો NCB તે મુદ્દા પર તપાસ કેમ કરી રહી છે જેનો સુશાંત કેસ સાથે કોઇ સંબંધ નથી.
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ મહારાષ્ટ્રને બદનામ કરવાનો છે. CM યોગી આદિત્યનાથ દ્વારા યૂપીમાં એખ નવી ફિલ્મ સિટી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે બાદ મુંબિ પોલીસ અને બોલિવૂડને બદનામી શરૂ થઇ છે. ભાજપે ગંદા રાજકારણ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી અને સુશાંત કેસનો ઉપયોગ માત્ર કર્યો છે.
આપને જણાવી દઇએ કે, કરન જોહરે 28 જુલાઇ 2019નાં હાઉસ પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં દીપિકા પાદુકોણ, મલાઇકા અરોરા, રણબીર કપૂર, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરૂણ ધવન, ઝોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી જેવાં સ્ટાર્સ હાજર હતાં. પાર્ટીનો વીડિયો કરન જોહરે પોતે શૂટ કર્યો હતો અને તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો હતો. ત્યારે આ વીડિયો ભારે વિવાદમાં આવ્યો હતો. પાર્ટીમાં તમામ પર ડ્રગ્સ લેવાનો આરોપ હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર