એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રધાનમંત્રીના જીવન પર વધુ એક બાયોપિક બનવા જઈ રહી છે. જેનું નામ 'એક ઔર નરેન' હશે. મહત્વનું છે કે, મહાભારતમાં 'યુધિષ્ઠિર'નું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણ આ બાયોપિકમાં પીએમ મોદીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર્દેશન મિલાન ભૌમિક કરશે.
આ ફિલ્મ બે વિભાગમાં હશે. આ અંગે ભૌમિકે ગુરુવારે જણાવ્યું હતું કે, પહેલા ભાગમાં સ્વામી વિવેકાનંદ વિશે બતાવવામાં આવશે. જન્મ સમયે તેમનું નામ નરેન્દ્ર દત્ત રાખવામાં આવ્યું હતું. જે બાદ બીજા ભાગમાં પીએમ નરેન્દ્ર મોદીના વિચારોને બતાવવામાં આવશે.
તેમણે કહ્યું કે, ફિલ્મમાં દર્શાવાશે કે કેવી રીતે સ્વામી વિવેકાનંદની જેમ PM મોદીએ પણ પોતાના જીવનને ભાઈચારાના સંદેશને ફેલાવવામાં વિતાવ્યું. સાથે જ એ પણ બતાવવામાં આવશે કે રાજનૈતિક ક્ષેત્રના આઇકોન પીએમ મોદીએ કેવી રીતે ભારતને નવી ઊંચાઈએ પહોંચાડ્યું.
આ ફિલ્મની શૂટિંગ 12 માર્ચથી ગુજરાત અને કોલકાતામાં શરુ કરવામાં થશે. આ ફિલ્મ એપ્રિલમાં પૂર્ણ થશે અને તેને પીએમ મોદીના જન્મ દિવસ એટલે કે 17 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.
આ અંગે ગજેન્દ્ર ચૌહાણે ફિલ્મનું પોસ્ટર પોતાની ટ્વીટમાં શેર કર્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીની ભૂમિકા નિભાવવી મોટી ચેલેન્જ અને સૌભાગ્ય છે. હું તેમને 20 વર્ષથી જાણું છું. હું પ્રયત્ન કરીશ કે તેમના ચરિત્રની ઊંચાઈને હું પોતાના અભિનયમાં બતાવી શકું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર