'મહાભારત'માં ઈન્દ્રનો રોલ અદા કરનાર 74 વર્ષીય સતીશ કૌલનું કોરોનાથી મોત

સતીશ કૌલનું કોરોનાથી મોત

300થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે સતીશ કૌલ. તેમજ હિન્દી ફિલ્મ આન્ટી નંબર 1 અને પ્યાર તો હોના હી થામાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ વિક્રમ વેતાલ અને મહાભારત જેવાં ટીવી શોમાં પણ મહત્વનો રોલ અદા કરી ચુક્યા છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડનારા સતીશ કૌલનું 74 વર્ષની ઉંમરનાં નિધન થઇ ગયું છે. કોરોનાની ચપેટે આવી જતાં તેઓનું નિધન થયું છે. સતીશ કૌલ 300થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે સતીશ કૌલ. તેમજ હિન્દી ફિલ્મ આન્ટી નંબર 1 અને પ્યાર તો હોના હી થામાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ વિક્રમ વેતાલ અને મહાભારત જેવાં ટીવી શોમાં પણ મહત્વનો રોલ અદા કરી ચુક્યા છે

  સતીશ કૌલની બહેન સુષ્મા કૌલે કહ્યું હતું, 'તે લુધિયાણામાં રહેતા હતા. પાંચ દિવસ પહેલાં તેમને તાવ આવ્યો હતો. જોકે, તે સમયે તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવવાની ના પાડી હતી. કારણ કે તેમને ડર હતો કે તેઓ પોઝિટિવ આવશે.  3 દિવસ પહેલાં તેમની પરિસ્થિતિ વધુ બગડી હતી અને તેમની કેર ટેકર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીંયા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જોકે દવા મળતા જ તેમની સ્થિતિ સારી હતી. પણ આજ સવારે જ મેં તેમની સાથે વાત કર્યાનાં થોડા કલાકો બાદ જ તેમના અવસાનના સમાચાર આવ્યા હતા.'

  સતીશ કૌલ તેમની બહેન સાથે


  સતીશ કૌલની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. તેઓ લુધિયાણામાં રહેતા હતા. તે સમયે તેમણે કહ્યું હતું, 'હું હાલ લુધિયાણામાં એક નાનકડી ભાડેની જગ્યા પર રહું છું. હું પહેલાં વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. મારી તબિયત ઠીક છે, બધું બરાબર હતું પણ લૉકડાઉનને કારણે બધું બગડી ગયું. હું દવા, કરિયાણું અને પાયાની જરૂરિયાત માટે સ્ટ્રગલ કરી રહ્યો છું.  હું ઇન્ડસ્ટ્રીના લોકોને મારી મદદ કરવા માટે અપીલ કરું છું. મને એક્ટર તરીકે ઘણો પ્રેમ મળ્યો છે, હવે મને એક જરૂરિયાતમંદ માણસ તરીકે મદદની જરૂર છે.'
  Published by:Margi Pandya
  First published: