25 વર્ષની ઉંમરે કોના સપના જોતી હતી માધુરી દીક્ષિત?

News18 Gujarati
Updated: May 14, 2019, 4:00 PM IST
25 વર્ષની ઉંમરે કોના સપના જોતી હતી માધુરી દીક્ષિત?
માધુરીએ વધુમાં જણાવ્યું કે તે જાપાની ખોરાક વધુ પસંદ કરે છે. સામાન્ય રીતે તે જાપાની લોકો પોતાની ફિટનેસ માટે બોઇલ, શેકેલું અને હળવું તળેલું ભોજન ખાવાનું પસંદ કરે છે. જેમાં પ્રોટિન માટે ટોફૂ, મિશ્રત શાક અને મશરૂમ જેવી વસ્તુઓ સમાવિષ્ટ છે. જે શરીરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટિન, આર્યન, વિટામિન્સ, ખનીજ અને અન્ય પોષણ તત્વો આપે છે.

બોલિવૂડની ધક-ધક ગર્લે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ સ્ટાર્સ પોતાની આગવી જ ફેન ફોલોઇંગ ધરાવે છે. પોતાના ફેવરીટ સ્ટાર્સ માટે લોકો કંઇ પણ કરવા તૈયાર રહે છે. સ્ટાર્સ પ્રત્યે તેમની દીવાનગીના કિસ્સા ઘણીવાર સામે આવતાં હોય છે. આવામાં આ સ્ટાર્સનું દિલ કોના માટે ધડકે છે, તે ભાગ્યે જ જાણવા મળે છે.

જેમ કે, ક્રિકેટર સુનીલ ગાવસ્કર માટે માધુરી દીક્ષિતનો પ્રેમ. માધુરી કોઇ ફિલ્મ સ્ટારને નહીં પરંતુ સ્ટાર ક્રિકેટર સુનીલ ગાવસ્કરની દીવાની હતી. બોલિવૂડની ધક-ધક ગર્લે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. માધુરીએ જણાવ્યું હતું કે, તેને સુનીલ ગાવસ્કર બહુ પસંદ હતા. આટલું જ નહીં, સુનીલ ગાવસ્કર તેના સપનામાં પણ આવતાં હતાં. આ તે સમયની વાત છે જ્યારે માધુરીનું કરિયર ટોપ પર હતું.

તે સમયે માધુરી 25 વર્ષની હતી. માધુરીના દિલમાં તેમના માટે ખાસ જગ્યા હતી. માધુરીએ ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું સુનીલ ગાવસ્કર માટે પાગલ છું. હું તેમની પાછળ દોડવા માંગું છું. તે મારા સપનામાં પણ આવી ચૂક્યા છે. મેં તેમને ભારત માટે રમતાં જોયા છે અને હું તેમને ખૂબ જ પસંદ કરું છું.આ પણ વાંચો: કોલ સેન્ટરમાં કામ કરતી હતી આ અભિનેત્રી, સલમાને બનાવી સુપરસ્ટાર

જોકે, ગાવસ્કર માટે માધુરીનો પ્રેમ કોઇ ચોંકાવનારી વાત નથી. તે દુનિયાના મહાન ઓપનિંગ બેસ્ટમેનમાંથી એક છે. તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેઓ નવી પેઢી માટે એક પ્રેરણા છે. માધુરીની જેમ જ સની લિયોનને મહેન્દ્ર સિંહ ધોની પસંદ છે. સની, ધોનીને એક ફેમિલી મેનવાળી છબીમાં પસંદ કરે છે.
First published: May 14, 2019, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading