Home /News /entertainment /આ ક્રિકેટરના ગળાડૂબ પ્રેમમાં હતી માધુરી દીક્ષિત, બધું જ છોડવા તૈયાર હતી છતાં અધૂરી રહી ગઇ લવસ્ટોરી
આ ક્રિકેટરના ગળાડૂબ પ્રેમમાં હતી માધુરી દીક્ષિત, બધું જ છોડવા તૈયાર હતી છતાં અધૂરી રહી ગઇ લવસ્ટોરી
માધુરી દીક્ષિત 90ના દશકની ટોપ એક્ટ્રેસ છે.
Madhuri Dixit Ajay Jadeja Love Story: માધુરી દીક્ષિતનું નામ આમ તો ઘણા એક્ટર્સ સાથે જોડાઇ ચુક્યું છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે 90ના દાયકામાં એક ફેમસ ભારતીય ક્રિકેટરના ગળાડૂબ પ્રેમમાં હતી. બંને લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ તેમના પરિવારો અને સંજોગો વિલન બનીને તેમના સંબંધોના માર્ગમાં અડચણ ઉભી કરી. બંનેની પ્રેમ કહાની અધૂરી જ રહી ગઈ.
નવી દિલ્હીઃ બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતનું (Madhuri Dixit) કરિયર 90ના દાયકામાં ટોપ પર હતું. લોકો તેની ફિલ્મોની સાથે સાથે તેની ખૂબસૂરતીના પણ દીવાના હતા. એક્ટ્રેસના જીવનમાં ધન-સંપત્તિ, ખ્યાતિ અને ફેન્સની કોઈ કમી નહોતી. તે દિવસોમાં કો-એક્ટર્સ વચ્ચેના અફેરની ચર્ચાઓ ખૂબ જ સામાન્ય હતી, પરંતુ માધુરી દીક્ષિતે એક ફેમસ ક્રિકેટર પ્રત્યે પોતાની દિવાનગી બતાવીને બધાને ચોંકાવી દીધા હતા.
માધુરી દીક્ષિત ક્રિકેટર અજય જાડેજાના પ્રેમમાં પાગલ થઇને બધુ છોડવા તૈયાર હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક એડવર્ટાઇઝમેન્ટના શૂટિંગ દરમિયાન માધુરી અને અજય વચ્ચેનો પ્રેમ ગાઢ બન્યો હતો.
ત્યારબાદ બંનેની રોમેન્ટિક તસવીરો ઘણી ચર્ચામાં આવી હતી. એવું પણ કહેવાતું હતું કે અજય જાડેજાને ફિલ્મોમાં લાવવા માટે માધુરીએ ડાયરેક્ટર્સને તેની ભલામણ કરી હતી. સ્વાભાવિક છે કે અજય જાડેજા ફિલ્મોમાં નામ કમાવા માંગતો હતો.
અધૂરી રહી ગઇ માધુરી અને અજયની લવસ્ટોરી
માધુરી અને અજય જાડેજાની લવસ્ટોરીનો અંત સારો ન હતો. બંનેના જીવનમાં ક્યારેક પરિવાર તો ક્યારેક સંજોગો વિલન બનીને અડચણો ઉભી કરતા રહ્યા. હકીકતમાં, અજય જાડેજા એક શાહી પરિવારમાંથી આવે છે, જે માધુરી દીક્ષિત સાથેના સંબંધોની વિરુદ્ધ હતો. બીજી તરફ માધુરી દીક્ષિત એક સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરિવારો વચ્ચેની ખેંચતાણ ઓછી થાય તે પહેલા જ અજય જાડેજાના કરિયર પર સંકટના વાદળ ઘેરાઇ ચુક્યા હતાં. તેને મોહમ્મદ અઝહરુદ્દીનની સાથે મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર કડીમાં તેના પર 5 વર્ષનો બૅન લગાવવામાં આવ્યો હતો.
માધુરી દીક્ષિતનો પરિવાર પણ તેમના પ્રેમની વિરુદ્ધ હતો
જ્યારે અજય જાડેજાની પ્રતિષ્ઠા ઘટી ત્યારે માધુરી દીક્ષિતનો પરિવાર પણ તેમના સંબંધોની વિરુદ્ધ થઈ ગયો હતો. થોડા સમય પછી માધુરી દીક્ષિત ડૉ. શ્રીરામ નેનેને મળી અને તેમને 1999માં પોતાના જીવન સાથી બનાવી લીધાં અને અમેરિકા જઇને સેટલ થઇ ગઈ. આ કપલને આજે બે દિકરા છે. મોટા પુત્ર અરિનનો જન્મ 2003માં થયો હતો જ્યારે બીજા પુત્ર રયાનનો જન્મ 2005માં થયો હતો.
રિયાલિટી શો જજ કરી રહી છે માધુરી દીક્ષિત
અજય જાડેજાએ પોલિટિશિયન જયા જેટલીની દીકરી અદિતિ જેટલી સાથે લગ્ન કર્યા હતા. 55 વર્ષીય માધુરી દીક્ષિત છેલ્લા કેટલાક સમયથી રિયાલિટી ટીવી શોને જજ કરી રહી છે, જ્યારે 52 વર્ષીય અજય જાડેજા હજુ પણ કોમેન્ટેટર તરીકે ક્રિકેટ જગત સાથે જોડાયેલા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર