20 વર્ષ મોટા એક્ટરને કિસ કરી પસ્તાઇ હતી માધુરી દીક્ષિત

બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે 52 વર્ષની થઇ ગઇ છે, તેના માટે ઉંમર માત્ર આંકડો છે

News18 Gujarati
Updated: May 15, 2019, 10:07 AM IST
20 વર્ષ મોટા એક્ટરને કિસ કરી પસ્તાઇ હતી માધુરી દીક્ષિત
બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે 52 વર્ષની થઇ ગઇ છે
News18 Gujarati
Updated: May 15, 2019, 10:07 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે 52 વર્ષની થઇ ગઇ છે. જોકે, તેના માટે ઉંમર માત્ર આંકડો છે. માધુરીના ફેન્સની કોઇ કમી નથી. તેની એક ઝલક જોવા માટે લોકોમાં દિવાનગી જોવા મળતી હોય છે. આવામાં માધુરીની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફની એવી ઘણી વાતો છે જે ચર્ચામાં રહી. ચાલો, કરીએ એક નજર...

ખલનાયક અને સાજનમાં સંજય-માધુરી દીક્ષિત સાથે જોવા મળ્યા હતા. બન્ને ફિલ્મ્સ્ સુપરહિટ રહી હતી અને તે બાદ ચર્ચા જાગી હતી કે બન્ને રિલેશનશિપમાં છે. પછી સમાચાર આવ્યા કે, આ સંબંધથી માધુરીના પિતા ખુશ નથી. કેમ કે, સંજય પરિણીત હતો. સંજય અને માધુરી થોડા સમયમાં જ અલગ થઇ ગયા. પરંતુ તેમના અફેરની આ અફવાઓ લાંબા સમય સુધી ચાલતી રહી.

કહેવાય છે કે, સંજય દત્ત અને માધુરી દીક્ષિતના અફેરને ભૂલાવવામાં લોકોને વધારે સમય ન લાગ્યો. કેમ કે, આના થોડા સમય બાદ જ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરના અફેરની વાતો ચર્ચાઇ હતી. આ બધુ તેજાબ, રામ લખન અને બેટા જેવી ફિલ્મ્સમાં બન્નેની ધમાકેદાર કેમિસ્ટ્રી બાદ ચર્ચાયું હતું. જોકે, તે વાત સાચી હતી કે નહીં, તે અંગે કોઇ પૂરાવા નથી.

લિંક અપની વાતો વચ્ચે માધુરીના એક લિપ લોક સીને પણ ચર્ચા જગાડી હતી. આ સીનમાં માધુરી તેનાથી ઉંમરમાં 20 વર્ષ મોટા વિનોદ ખન્ના સાથે જોવા મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં પોતે માધુરીએ કહ્યું હતું કે, તેણે આ સીન નહોતું કરવા જેવું હતું.

લિંક અપ અને લિપ લોક બાદ માધુરી અને શ્રીદેવી વચ્ચેની ટક્કર ચર્ચામાં રહી. માધુરી દમદાર એક્ટિંગ અને ડાન્સની મદદથી કરિયરમાં આગળ વધી રહી હતી, ત્યારે શ્રીદેવી પોતાના કરિયરમાં ટોચ પર હતી. બન્ને વચ્ચેની સ્પર્ધા ઘણીવાર સામે આવી.

એક વખત માધુરી તેના ફેન્સને લઇને પણ ચર્ચામાં આવી હતી. જમશેદુપરના એક ફેને એવું કેલેન્ડર બનાવ્યું હતું કે, જેમાં વર્ષની શરૂઆત માધુરીના જન્મદિવસથી થતી હતી. જમશેદપુરનો પપ્પુ સરદાર દર વર્ષે માધુરીનો જન્મદિવસ અનોખી રીતે મનાવે છે. આટલું જ નહીં, તેણે એક અરજી કરી સરકારને રજૂઆત કરી હતી કે, માધુરી દીક્ષિતના જન્મદિવસને પબ્લિક હોલિડે જાહેર કરવામાં આવે.
Loading...

આ પણ વાંચો: આ અભિનેત્રીને બિકિનીમાં જોઇ ભડક્યાં લોકો, થઇ ટ્રોલ

આટલું જ નહીં, માધુરીના ફેન લિસ્ટમાં એમ. એફ. હુસૈન પણ સામેલ હતા. રિપોર્ટ્સનું માનીએ તો, માધુરીને લઇને તેઓ એટલા મુગ્ધ હતા કે તેમણે હમ આપકે હૈં કૌન 67 વાર જોઇ હતી. ઉપરાંત જ્યારે માધુરીએ કમબેક કર્યું ત્યારે તેની ફિલ્મ આજા નચ લે જોવા માટે હુસૈને આખું થિયેટર જ બુક કરાવી લીધું હતું.
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...