Home /News /entertainment /MADHURI DIXITએ શેર કરી 'ચોલી કે પી છે..' ગીત પર મેકિંગ VIDEO
MADHURI DIXITએ શેર કરી 'ચોલી કે પી છે..' ગીત પર મેકિંગ VIDEO
File Photo
માધુરી દીક્ષિત (Madhuri Dixit)એ 'ચોલી કે પીછે ક્યાં હૈ' ગીતોને મેકિંગ વીડિયો શેર કર્યો છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કઇ રીતે સુભાષ ઘઇ પોતે ડાન્સ કરતાં અને એક્ટ્રેસને ટ્રેનિંગ આપતાં હતાં.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ફિલ્મ 'ખલનાયક' (Khalnayak)નાં આઇકોનિક સોન્ગ 'ચોલી કે પીછે ક્યાં હૈ' ગત દિવસોથી ચર્ચામાં છે. નીના ગુપ્તા (Neena Gupta)એ તેની ઓટોબાયોગ્રાફી 'સચ કહૂં તો'માં જણાવ્યું હતું કે, તેની શૂટિંગ દરમિયાન ફિલ્મનાં ડિરેક્ટર સુભાષ ઘઇએ તેને 'પેડેડ બ્રા' પહેરવાની સલાહ આપી હતી. જે માટે તે ઘણો અસહજ થઇ ગયો હતો. આ ગીત એક વખત ફરી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં એક્ટ્રેસ માધુરી દીક્ષિતે મેકિંગનો આ વીડિયો શેર કર્યો છે. જે ખુબજ વાયરલ થઇ ગયો છે.
ખરેખર, આ વીડિયો ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દિવાને 3' (Dance Deewanie 3) નો એક એપિસોડનો પ્રોમો છે. જેમાં સુભાષ ઘાઇ ખાસ ગેસ્ટ છે. આ શો પર માધુરી જજ છે. આ મેકિંગ વીડિયોમાં નજર આવે છે. સુભાષ પોતે ડાન્સ સ્ટેપ્સ કરતાં માધુરી અને નીના ગુપ્તાને ટ્રેન કરે છે. વીડિયોમાં નજર આવે છે કે, કઇ રીતે સુભાષ ઘઇ પોતે ડાન્સ કરે છે. અને એક્ટર્સને ટ્રેનિંગ આપે છે. વીડિયોમાં દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન પણ માધુરીની ડાન્સ શીખતા નજર આવે છે. માધુરી દીક્ષિતે તેનાં ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. માધુરી દીક્ષિતની સાથે સુભાષ ઘઇ તેનાં જૂના ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' નો મેકિંગ વીડિયો નજર આવે છે. આ દરમિયાન બંને જ જૂના દિવસોને યાદ કરી ભાવૂક થઇ ગયા છે.
વીડિયો શેર કરી માધુરી દીક્ષિત (Madhuri Dixit)એ કેપ્શનમાં લખ્યું કે, 'ખલનાયકનાં સેટ પર સુભાષ ઘઇ અને સરોજ ખાનની સાથે ડાન્સ દિવાને 3'નો આ ખાસ એપિસોડમાં સુભાષ ઘઇજીની સાથે જુના દિવસોની યાદમાં ડૂબી ગઇ. અમે તમને યાદ કરીએ છીએ સરોજ જી.
આપને જણાવી દઇએ કે, 'ખલનાયક' ફિલ્મ 6 ઓગસ્ટ 1993નાં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt), જેકી શ્રોફ, માધુરી દીક્ષિત (Madhuri Dixit), રાખી ગુલઝાર (Rakhee Gulzar), અનુપમ ખૈર રમ્યા કૃષ્ણન જેવાં મોટા મોટા સ્ટાર્સ નજર આવ્યાં હતાં. ખબરની માનીયે તો, આ ફિલ્મનું સોન્ગ 'ચોલી કે પીછે ક્યાં હૈ'નો તે સમયે ઘણો વિરોધ થયો હતો. જે બાદ તેનાં પર થોડા સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર