મુંબઈ : હિન્દી ફિલ્મ જગતની દિગ્ગજ અભિનેત્રી રેખા(Rekha) ઘણા સમયથી ટીવી પડદે એક્ટિવ જોવા મળે છે. રેખાએ ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો છે. તે જે પણ શોમાં જાય છે, ત્યાં સુંદરતા અને અવાજથી અલગ માહોલ ઉભો કરી દે છે. આ વખતે તેઓ કલર્સના રિયાલિટી ડાન્સ શો ‘ડાન્સ દિવાને 3’ (Dance Deewane 3) માં જોવા મળશે. આ વખતે શોની થીમ રેખા ઉત્સવ રાખવામાં આવી છે. તેઓ આ રિયાલિટી શોમાં પ્રેમની વાત કરી દર્શકોના દિલ લૂંટવા જઈ રહ્યા છે. ત્યારે વાયરલ થયેલા કલર્સના પ્રોમોમાં રેખા અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની વાત થઈ રહી હોવાનું જાણવા મળે છે.
કલર્સના આ પ્રોમોમાં ડાન્સ દીવાને 3ના અપકમિંગ શોના દ્રશ્ય દેખાડવામાં આવ્યા છે. જેમાં રેખા હંમેશાની જેમ ભારેખમ જ્વેલરી તથા સફેદ અને ગોલ્ડન કલરની સાડીમાં સુંદર દેખાય છે. શોમાં કન્ટેસ્ટન્ટના ડાન્સ પર્ફોર્મન્સ રેખાનું દિલ જીતી લે છે. ત્યારે રેખા પણ મસ્તીના મુડમાં આવી જાય છે અને શો દરમિયાન સુપરહિટ ફિલ્મ સિલસિલા (Silsila)ના એક સીનને રીક્રિએટ કરે છે. જેમાં જયા બચ્ચન (Jaya Bachchan)ના રોલમાં માધુરી દીક્ષિત (Madhuri Dixit) જોવા મળશે.
સિલસિલા ફિલ્મમાં રેખા, જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. શોમાં જયા બચ્ચન બનેલી માધુરી દીક્ષિત અને રેખા એકબીજાની તરફ પીઠ ફેરવીને ઉભા હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ સંવાદ શરૂ થાય છે.
રેખા કહે છે કે, ઉન્હેં છોડના મેરે બસ મે નહીં ઓર જો મેરે બસ મે નહીં, ઉસે મેં કેસે કર શકતી હું?
માધુરી કહે છે, અમિત મેરે પતિ હૈ, મેરે ધર્મ હૈ.
રેખા કહે છે, વો મેરા પ્યાર હૈ ઓર પ્યાર મેરી કિસ્મત બન ચુકા હૈ.
આ ડાયલોગ બાદ ફિલ્મ સિલસિલનું ગીત વાગે છે. આ પ્રોમોને શેર કરી કલર્સની ટીમે લખ્યું છે કે, સિલસિલો આ પ્રેમનો હોય કે પાગલપનનો, માધુરી અને રેખાજી એવી ક્ષણો લઈ આવશે, જે તમારે ચૂકવી ન જોઈએ. જુઓ ડાન્સ દિવાને 3 શનિવારે અને રવિવારે 8 કલાકે, માત્ર કલર્સ પર.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર