Madhuri dixit mother Snehalata passes away: આજ રોજ માધુરી દીક્ષિતની માતાનું નિધન થયુ છે. 91 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું. જો કે આ વાતની અનેક લોકો દુખી થઇ ગયા છે. માધુરી એની માતા સાથે ઘણી ક્લોઝ હતી.
માધુરીએ એની મોમના છેલ્લા જન્મદિવસ પર એક નોટ શેર કરી હતી. આ દરમિયાન માધુરીએ પ્રેમભરી નોટ શેર કરી હતી. તસવીર પોસ્ટ કરીને માધુરીએ લખ્યુ હતુ કે..જન્મદિવસ મુબારક હોં..! આઇ..આમ કહેવાય છે કે માતા અને દીકરીનો સંબંધ એવો હોય છે જેની તોલે કોઇ ના આવી શકે.
આ સાથે જ માધુરી લખે છે કે..’એક માતા અને દીકરી બહુ સારા મિત્ર હોય છે, તમારી પાસેથી જે મેં શીખ્યુ છે એ મારા માટે બહુ મોટી ગિફ્ટ હોય છે. હું તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે હંમેશા પ્રાર્થના કરતી રહીશ.’
માતાની ખોટ દરેકે લોકોને સારે છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટૂ નથી. જો કે માધુરી દીક્ષિતનું માતાનું નિધન થતા દુખનો પહાડ તૂટી પડ્યો છે. આ સાથે ઘરમાં બધા દુખી થઇ ગયા છે. દરેક વ્યક્તિના જીવનમાં માતા અને પિતાનું ખૂબ મહત્વ હોય છે. માધુરી દીક્ષિત એની માતા સાથે ઘણી ક્લોઝ હતી.
મા એક એવો સહારો હોય છે જેની પાસે તમે સુખ-દુખની દરેક વાતો કરીને પોતાના મનને હળવુ કરી શકો છો. આમ માધુરી દીક્ષિતની માતાનું નિધન થતા નેને દુખી થઇ ગઇ છે અને એક પોસ્ટ શેર કરીને દુખ વ્યક્ત કર્યુ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત છેલ્લે કરણ જોહર નિર્મિત વેબ શો ધ ફેમ ગેમમાં જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર