Madhuri Dixit: ટ્રેન્ડને જોઈને બોલિવૂડ સ્ટાર્સ પણ તેનાથી દૂર રહી શક્યા નથી અને માધુરી દીક્ષિતે પણ આ ગીત પર પોતાના ડાન્સ મૂવ્સથી ધૂમ મચાવી દીધો છે. જો કે, નેટીઝન્સ આ વાતને પચાવી શક્યા નથી અને માધુરી દીક્ષિતને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી ન નથી.
મુંબઈ: સોશિયલ મીડિયાએ દેશની સિમાને તોડીને લોકને એકબીજા સાથે જોડ્યા છે. હવે કોઈ પણ વાતને સોશિયલ મીડિયામાં માધ્યમથી એક દેશથી બીજા દેશમાં પહોચાડવી ખુબ જ સરળ બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલી ભારતની રીલ્સ આખી દુનિયામાં ખળભળાટ મચાવે છે.
અત્યારે એક પાકિસ્તાની છોકરીનો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ડાન્સ પર રીલ્સ બનવા લાગી છે. તેનો ટ્રેન્ડ હવે ભારત સુધી પહોંચ્યો અને અહીં પણ ઘણા લોકોએ આ ટ્રેન્ડને ફોલો કર્યો અને 'મેરા દિલ યે પુકારે...' ગીત પર રિલ્સ બનાવી રહ્યા છે . આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
આ ટ્રેન્ડને જોઈને બોલિવૂડ સ્ટાર્સ પણ તેનાથી દૂર રહી શક્યા નથી અને માધુરી દીક્ષિતે પણ આ ગીત પર પોતાના ડાન્સ મૂવ્સથી ધૂમ મચાવી દીધી છે. જો કે, નેટીઝન્સ આ વાતને પચાવી શક્યા નથી અને માધુરી દીક્ષિતને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી ન નથી. માધુરી દીક્ષિતના આ ગીત પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં લોકોએ માધુરીના આ ડાન્સની ટીકા કરી રહ્યા છે.
માધુરીના ડાન્સ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. માધુરીના વીડિયોનો જવાબ આપતા લોકોએ કહ્યું કે, હવે આ ટ્રેન્ડ ચીડિયો થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં એક યુઝરે માધુરી દીક્ષિતને લખ્યું કે, ‘કૃપા કરીને આ ટ્રેન્ડ સાથે નહી’ તે જ સમયે એક યુઝરે વિડિયોની ટિપ્પણીમાં લખ્યું કે, ‘માફ કરશો મેમ, પરંતુ તમારો ડાન્સ તે છોકરી કરતાં વધુ સારો નથી.’
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર