ગુજરાતી થાળી જોઈ Madhuri Dixit ખુશીના મારે પાગલ, બેઠા-બેઠા જ કરવા લાગી ડાંસ - જુઓ Video

ગુજરાતી થાળી જોઈ માધુરી દીક્ષિતે બેઠા-બેઠા કર્યો ડાન્સ - વીડિયો વાયરલ

માધુરી દીક્ષિત (Madhuri Dixit) સામે મોટી ગુજરાતી થાળી (Gujarati food dishes) અને વિવિધ વાનગીઓ પીરસવામાં આવી છે. માધુરી પણ ફૂડ જોઈને ઘણી ખુશ દેખાય છે. તેના આ વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા

 • Share this:
  અમદાવાદ : બોલિવૂડ (Bollywood)ની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) તેની સ્ટાઈલ માટે જાણીતી છે. એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટ્રેસની અલગ-અલગ સ્ટાઈલ ફેન્સને આકર્ષી રહી છે. માધુરી દીક્ષિત ઈન્સ્ટાગ્રામ (Madhuri Dixit instagram) પર સતત પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. પોતાના ડાન્સથી કરોડો લોકોને દિવાના બનાવનાર માધુરી દીક્ષિતે ફરી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે થાળી જોઈને ગુજરાતી ફૂડ (Madhuri Dixit Gujarati food dishes) ખુશ થઈ જાય છે. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  માધુરી દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે અભિનેત્રીની સામે મોટી ગુજરાતી થાળી (Gujarati food dishes) અને વિવિધ વાનગીઓ પીરસવામાં આવી છે. માધુરી પણ ફૂડ જોઈને ઘણી ખુશ દેખાય છે. તેના આ વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. માધુરી દીક્ષિતના ફેન બેઝની વાત કરીએ તો તેને ઈન્સ્ટાગ્રામ પર 27.6 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
  માધુરી દીક્ષિત તાજેતરમાં જ 'ડાન્સ દીવાને' શોને જજ કરતી જોવા મળી હતી. તેના ઘણા ડાન્સ વીડિયો શોના સેટ પરથી વાયરલ થયા હતા, જેમાં તે સ્પર્ધકો સાથે સેલેબ્સ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. માધુરી દીક્ષિત છેલ્લે બોલિવૂડની બે ફિલ્મોમાં જોવા મળી હતી, જેમાં 'કલંક' અને ફિલ્મ 'ટોટલ ધમાલ'નો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોમાં માધુરીના અભિનયએ ચાહકોના દિલ જીતી લીધા હતા.

  આ પણ વાંચો - ફિલ્મોમાં કામ કર્યા વિના દર મહિને લગભગ 1 કરોડ કમાય છે માધુરી દીક્ષિત, જાણો કુલ સંપત્તિ

  તમને જણાવી દઈએ કે, માધુરી દિક્ષિત 13 નવેમ્બરે શનિવારે અમદાવાદમાં શૂટિંગ માટે આવી પહોંચી હતી. અમદાવાદના આશ્રમરોડ વિસ્તારમાં આવેલી હયાત રિજેન્સીમાં માધુરી દિક્ષીત રોકાઈ હતી અને ગુજરાતી ભોજનની લીજ્જત માણી હતી. માધુરી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે (Madhuri Dixit visit gujarat) પહોંચી હતી. તે પોતાની આગામી બોલિવુડ ફિલ્મ "મેરે પાસ મા હૈ" ના શૂટિંગ માટે અમદાવાદ આવી હતી. માધુરીએ અમદાવાદ વાસણા વિસ્તારમાં આવેલા નારાયણ નગર સોસાયટીમાં હાજરી આપી હતી. જેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સ પહોંચ્યા હતા.
  Published by:kiran mehta
  First published: