ફિલ્મોમાં કામ કર્યા વિના દર મહિને લગભગ 1 કરોડ કમાય છે માધુરી દીક્ષિત, જાણો કુલ સંપત્તિ

માધુરી દિક્ષીતની સંપત્તી કેટલી?

માધુરી દીક્ષિત (Madhuri Dixit) વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને કોઈ પણ ઓળખની જરૂર નથી અને તેણે પોતાના અભિનય (Acting)ના દમ પર બોલિવૂડમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે

 • Share this:
  મુંબઈ : અમે બોલિવૂડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી (Actress) માધુરી દીક્ષિત (Madhuri Dixit) વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને કોઈ પણ ઓળખની જરૂર નથી અને તેણે પોતાના અભિનય (Acting)ના દમ પર બોલિવૂડમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. ધક ધક ગર્લ માધુરી દીક્ષિત લાખો લોકોના દિલ (Heart)ની ધડકન છે. આજે પણ તેના ફેન્સ (Fans) તેની એક્ટિંગને યાદ કરે છે. બોલિવૂડ ફિલ્મ જગતની સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત, જેણે પોતાના અભિનયના દમ પર બોલિવૂડમાં એવી ઓળખ બનાવી છે, જેને તેના ચાહકો આજે પણ યાદ કરે છે, તેનો અભિનય તેજસ્વી અભિનેત્રીઓની શ્રેણીમાં આવે છે જે માધુરી દીક્ષિત કરતા ઓછો નથી.

  લગ્ન બાદ માધુરી દીક્ષિતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બાય-બાય કરી દીધું હતું. પરંતુ માધુરી દીક્ષિત હાલ ટીવી ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળે છે.આપને જણાવી દઈએ કે 15 મે 1967ના રોજ માધુરી દીક્ષિતનો જન્મ મરાઠી પરિવારમાં થયો હતો. માધુરીના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને. એટલે જ કદાચ તેમને જીવનસાથી તરીકે તેમના પતિ ડૉ. નેને મળ્યા. માધુરીને નાનપણથી જ ડાન્સમાં ખૂબ જ રસ હતો. તેણે 8 વર્ષની ઉંમરથી ડાન્સની તાલીમ લીધી હતી. માધુરી દીક્ષિત રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ અબોધ દ્વારા ફિલ્મી દુનિયામાં આવી હતી.

  આ ફિલ્મ 1984માં રિલીઝ થઈ હતી. જે બાદ તેણે પોતાના કરિયરમાં ઘણી સફળતા હાંસલ કરી. તેણે સુપરહિટ ફિલ્મો આપી જેમાંથી તેણે બોલિવૂડ પર રાજ કર્યું. ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે લગભગ 70 બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કરીને એક ખાસ ઓળખ બનાવી હતી.માધુરી દીક્ષિતને 5 વખત ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.

  તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત 54 વર્ષની છે અને ફિટનેસમાં માધુરી દીક્ષિત આજે પણ એટલી જ સુંદર છે. બીજી તરફ જો તેની નેટવર્થની વાત કરીએ તો અભિનેત્રી કરોડોની સંપત્તિની માલિક છે. મીડિયા અહેવાલ અનુસાર, કુલ સંપત્તિ લગભગ 250 કરોડ રૂપિયા છે.

  આ પણ વાંચોBollywood Interesting Story: 6 બોલિવુડ Star Kids, જે નેપોટિઝમ હોવા છતા પણ નિષ્ફળ નિવડ્યા

  2021માં તેની કુલ સંપત્તિ 34 મિલિયન ડોલર હતી. માધુરી દીક્ષિત મોટા પડદા પર પોતાના અભિનયનો રંગ જમાવીને ટીવી પર દેખાય છે. રિપોર્ટ પ્રમાણે મહિને ₹1 કરોડની કમાણી કરે છે. એક વર્ષમાં તેની કમાણી 13 કરોડની આસપાસ છે.
  Published by:kiran mehta
  First published: