Home /News /entertainment /માધુરી દીક્ષિતે આટલા કરોડમાં ખરીદ્યો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, 2.4 કરોડ તો ખાલી સ્ટેમ્પ ડ્યૂટી ભરી

માધુરી દીક્ષિતે આટલા કરોડમાં ખરીદ્યો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, 2.4 કરોડ તો ખાલી સ્ટેમ્પ ડ્યૂટી ભરી

'ધક ધક' ગર્લે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું

માધુરી દીક્ષિત (Madhuri Dixit) અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘મજા મા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ બિઝિ શિડ્યુઅલમાં એક્ટ્રેસે નવરાત્રિના પાવન પ્રસંગે મુંબઈના વર્લીમાં એક ફ્લેટ ખરીદ્યો છે.

    માધુરી દીક્ષિત (Madhuri Dixit) અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘મજા મા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ બિઝિ શિડ્યુઅલમાં એક્ટ્રેસે નવરાત્રિના પાવન પ્રસંગે મુંબઈના વર્લીમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટની કિંમત 48 કરોડનો હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટ્સના અનુસાર, માધુરીનો આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ 53મા માળે છે અને આ ફ્લેટ 5384 સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે. એક્ટ્રેસ આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન 28 સપ્ટેમ્બરના રોજ કરાવ્યું હતું.

    ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટના અનુસાર, માધુરી દીક્ષિતે આ ઘર માટે 2.4 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. મહારાષ્ટ્રમાં મહિલાઓને પ્રોપર્ટી ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં એક ટકાની છૂટ મળે છે. આ રીતે આ લક્ઝરી એપાર્ટમેન્ટને ખરીદવા પર માધુરીને પણ સ્ટેટ રેવેન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી એક ટકાની છૂટ મળી છે. માધુરી દીક્ષિતનું નવું એપાર્ટમેન્ટ સમુદ્ર કિનારે છે અને મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તેમાં સાત કાર પાર્કિંગ સ્લોટ પણ છે. માધુરી ગયા વર્ષે આ જ બિલ્ડિંગના અન્ય ફ્લેટમાં ભાડેથી રહે છે. આ ફ્લેટનું ભાડું 12 લાખ રૂપિયા મહિને છે.

    આ પણ વાંચોઃ Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

    આ સુવિધાઓથી સજ્જ છે માધુરીનું નવું એપાર્ટમેન્ટ




    રિપોર્ટના અનુસાર, માધુરી દીક્ષિતે એપાર્ટમેન્ટ ઈન્ડિયાબુલ્સ બ્લૂના લોઅર પરેલમાં ખરીદ્યું છે. રિપોર્ટના અનુસાર, આ રેસિડેન્શિયલ પ્રોપર્ટી સાઉથ મુંબઈના વર્લી વિસ્તારમાં છે, જે 10 એકડ જગ્યામાં બની છે. તેની ખાસિયત એ છે કે અહીંથી અરેબિયન સીનો નજારો દેખાય છે. એટલું જ નહીં અહીં સ્વિમિંગ પૂલ, ફૂટપોલ પિચ, જીમ, ક્લબ જેવી તમામ સુવિધાઓથી સજ્જ પણ છે.

    માધુરીની ફિલ્મ ‘મજા મા 6’ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે


    90ના દાયકાની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ માધુરી દીક્ષિત અત્યારે ટીવી રિયાલિટી શો ડાંસ શો ‘ઝલક દિખલા જા’ની સિઝન 10ને જજ કરી રહી છે. લાંબા સમય સુધી બોલિવૂડ પર રાજ કરનારી માધુરીની ફિલ્મ ‘મજા મા’ 6 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywood Actors, Entertainemt News, Mumbai home, માધુરી દિક્ષિત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन