ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત હાલમાં કોઇ ફિલ્મ નહીં રિઆલિટી શોને લઇને ચર્ચામાં છે. આ ડાન્સ રિઆલિટી શો છે જે ટેલેન્ટેડ કંટેસ્ટંટ અને તેમની પરફોર્મન્સને કારણે ખુબ પસંદ થયા છે. અમે વાત કરી રહ્યાં છીએ 'ડાન્સ દિવાને' શોની. આ શોમાં માધુરી દીક્ષિત જજ છે. હાલમાં જ એક કંટેસ્ટંટનાં ડાન્સથી માધુરી એટલી ઇમ્પ્રેસ થઇ ગઇ કે તે તેની સાથે ડાન્સ કરવા પહોંચી ગઇ. અને તેણે સ્પર્ધકની સાથે બેલી ડાન્સ કર્યો.
કલર્સ ટીવી પર 15 જૂનથી ડાન્સ રિઆલિટી શો શરૂ થયો. જેની જજ માધુરી દીક્ષિત, શશાંક ખેતાન અને તુષાર કાલિયા છે. આ ડાન્સ શોનું પ્રમોશન્સ દરમિયાન માધુરીએ ઇચ્છા જાહેર કરી કે તે બેલી ડાન્સ શીખવા માંગે છે અને તેને આ મોકો મળી ગયો. તેને પરફોર્મરનું બેલી ડાન્સ પરફોર્મન્સ એટલું પસંદ આવ્યું કે તેણે તે કંટેસ્ટંટ સાથે કેલાંક સ્ટેપ્સ પણ કર્યા.
મીડિયા રિપોપ્રટ્સ મુજબ પરફોર્મરનું નામ શાએના છે. તેણે 'ઓ વુમનીયા' સોન્ગ પર બેલી ડાન્સ કર્યો હતો. માધુરી પણ તેનાં ડાન્સ પર મંત્ર મુગ્ધ થઇ ગઇ હતી. તે એટલી એક્સાઇટેડ થઇ ગઇ હતી કે ખુરશી પરથી ઉઠીને સ્ટેજ પર પહોંચી ગઇ હતી અને તેણે શાએના સાથે બેલી ડાન્સ કર્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર