શું ભાજપમાં સામેલ થશે માધુરી દીક્ષિત? આપ્યો તેણે જવાબ

News18 Gujarati
Updated: March 31, 2019, 12:04 PM IST
શું ભાજપમાં સામેલ થશે માધુરી દીક્ષિત? આપ્યો તેણે જવાબ
માધુરી દીક્ષિતે કહ્યું કે, ''મને લાગે છે કે, મારા ઉપરાંત અન્ય બે એક્ટર્સ અંગે પણ અફવાઓ હતી. પણ મે મારા અંગે સ્પષ્ટતા આપી દીધી છે.''

માધુરી દીક્ષિતે કહ્યું કે, ''મને લાગે છે કે, મારા ઉપરાંત અન્ય બે એક્ટર્સ અંગે પણ અફવાઓ હતી. પણ મે મારા અંગે સ્પષ્ટતા આપી દીધી છે.''

  • Share this:
મુંબઇ: હાલમાં ચૂંટણીનો માહોલ છે અને એવામાં બોલિવૂડ તેનાંથી કેવી રીતે બાકાત રહી શકે. ગત દિવસોમાં સલમાન ખાનથી લઇને સંજય દત્ત સુધી ઘણાં સુપરસ્ટાર્સની પોલિટિક્સ જોઇન કરવાની ખબર આવી રહી છએ. તેમાં એક છે માધુરી દીક્ષિત. તેને લઇન સમાચાર છે કે તે ટૂંક સમયમાં જ ભાજપમાં સામેલ થઇ શકે છે. સમાચાર તો બહુ ઉડ્યા પણ હજુ સુધી સલમાન કે સંજય દત્ત તરફથી કોઇ જ નિવેદન આવ્યું નથી. હવે માધુરી દીક્ષિતનું નામ ચર્ચાઇ રહ્યું છે કે તે પણ રાજકારણમાં પગરવ માંડવા જઇ રહી છે. અને તે ભારતીય જનતા પાર્ટીની સભ્ય બનશે. આ મામલે માધુરીએ સ્પષ્ટતા આપી છે.

ગત થોડા સમયથી ચર્ચા છે કે એક્ટ્રેસ માધુરી દીક્ષિત ભાજપની ટીકિટ પરથી પૂણેથી લોકસભા ચૂંટણી લઢી શકે છે. હવે આ મુદ્દે માધુરીએ ખુલીને વાત કરી છે. તેણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ''તે કોઇપણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલી નથી. આ માત્ર અફવા છે. હું કોઇપણ પોલિટિકલ પાર્ટીથી ચૂંટણી લડવાની નથી. મને લાગે છે કે મારે આ મામલે તમામ અટકળોને વિરામ આપી દીધી છે.''

તેણે ઉમેર્યુ કે, ''મને લાગે છે કે, મારા ઉપરાંત અન્ય બે એક્ટર્સ અંગે પણ અફવાઓ હતી. પણ મે મારા અંગે સ્પષ્ટતા આપી દીધી છે.''

આપને જણાવી દઇએ કે, હાલમાં માધુરી તેનાં કરિઅરની શાનદાર સેકેન્ડ ઇનિંગ રમી રહી છે. તેની થોડા સમય પહેલાં જ 'ટોટલ ધમાલ' રિલીઝ થઇ હતી અને હવે તે કરણ જોહરનાં પ્રોડ્કશનમાં બનેલી ફિલ્મ 'કલંક'માં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા અને સંજય દત્ત જેવા સ્ટાર્સ પણ છે.
First published: March 31, 2019
વધુ વાંચો
अगली ख़बर