Home /News /entertainment /માધુરી દીક્ષિત-શ્રીરામ નેનેના રિસેપ્શનમાં જ્યારે પહોંચ્યા Big B, અભિનેત્રીના પતિએ આપ્યું મજેદાર રિએક્શન

માધુરી દીક્ષિત-શ્રીરામ નેનેના રિસેપ્શનમાં જ્યારે પહોંચ્યા Big B, અભિનેત્રીના પતિએ આપ્યું મજેદાર રિએક્શન

માધુરી દીક્ષિતના રિસેપ્શનમાં દિલીપ કુમાર પણ પહોંચ્યા હતા. (ફોટો- Instagram @drneneofficial)

કરોડો દિલોની ધડકન માધુરી દીક્ષિતે (Madhuri Dixit) જ્યારે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી ત્યારે સૌ ચોંકી ગયા હતા. માધુરી અને શ્રીરામની મુલાકાત કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. માધુરીના પતિ ફક્ત એક બોલિવૂડ અભિનેતાને ઓળખતા હતા.

વધુ જુઓ ...
  મુંબઈ. પોતાની ફિલ્મો અને સુંદરતાથી કરોડો ફેન્સના દિલો પર રાજ કરનારી અભિનેત્રી માધુરી દીક્ષિતે (Madhuri Dixit) જ્યારે ડૉ. શ્રીરામ માધવ નેને (Dr. Shriram Madhav Nene) સાથે અચાનક લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેના ચાહકોને આંચકો લાગ્યો હતો. જ્યારે માધુરીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે તે પોતાની કારકિર્દીની ટોચે હતી. સૌકોઈ ચોંકી ગયા હતા કે આખરે ડૉ. શ્રીરામ નેને છે કોણ, જેમણે માધુરી દીક્ષિતનું દિલ જીતી લીધું.

  90ના દાયકામાં માધુરી દીક્ષિત (Madhuri Dixit) જેવી કોઈ એક્ટ્રેસ ન હતી. તેમની એક્ટિંગ અને ડાન્સની એક-એક વ્યક્તિ દીવાની હતી. એવામાં અચાનક લગ્નના બંધનમાં બંધાઈ જવાનો નિર્ણય લોકો માટે ચોંકાવનારો બની ગયો હતો. એક જૂના ઇન્ટરવ્યુમાં જ્યારે માધુરીને એ પૂછવામાં આવ્યું કે તમે પોતાના કરિયરના શિખર પર હતા, એવા સમયે અચાનક લગ્ન કરવાનો નિર્ણય કઈ રીતે લઈ લીધો? ત્યારે માધુરીએ સુંદર રિપ્લાય આપ્યો હતો કે, ‘મને એમનાથી પ્રેમ થઈ ગયો હતો.’

  આ પણ વાંચો: રિતિક રોશને જિમમાં 80sના ગીતો પર કર્યો ડાન્સ, દીપિકાએ લખ્યું- ‘જોકર’, જુઓ વાયરલ વિડીયો

  અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે માધુરી દીક્ષિત અને ડૉ. નેનેની મુલાકાત કઈ રીતે થઈ હતી? કોઈ રોમેન્ટિક ફિલ્મ જેવી જ તેમની લવસ્ટોરી છે. માધુરીના ભાઈ અજીત દીક્ષિત અને ડૉ. નેને સારા મિત્રો હતા. અજીત પણ અમેરિકામાં રહેતા હતા. એવામાં પોતાના ભાઈના માધ્યમથી જ માધુરી ડૉ. શ્રીરામને મળી. પહેલાં દોસ્તી થઈ, પછી પ્રેમ થયો અને બંને સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા. માધુરી અને ડૉ. શ્રીરામ નેનેએ લગ્નના 22 વર્ષ પૂરા કર્યા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂક્યો છે અને સેલેબ્સ સહિત બધાએ તેમને શુભેચ્છાઓ આપી છે.




  ડૉ. શ્રીરામ નેનેએ લગ્ન પહેલાં માધુરીની એકપણ ફિલ્મ જોઈ ન હતી. સિમી ગરેવાલને આપેલા એક ઇન્ટરવ્યુમાં માધુરીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. માધુરીએ એવું પણ જણાવ્યું હતું કે તેના લગ્નના રિસેપ્શનમાં મોટા-મોટા કલાકારો આવ્યા હતા પણ તેમના પતિ એક દિગ્ગજ એક્ટર સિવાય કોઈને પણ ઓળખી શક્યા ન હતા. ડૉ. નેને મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને જ ઓળખી શક્યા. માધુરીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પતિએ સ્કૂલ દરમ્યાન અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અમર અકબર એન્થની’ જોઈ હતી એટલે જ તેઓ એમનો ચહેરો ઓળખી શક્યા.

  આ પણ વાંચો: ઉભરતા ગાયકોને શંકર મહાદેવને આપી ટિપ્સ, કહ્યું- ‘અરિજિત સિંહ પાંચમા રાઉન્ડમાં જ ફેંકાઇ ગયો હતો’

  માધુરી અને ડૉ. શ્રીરામ નેનેના બે દીકરા છે- અરિન અને રિયાન. માધુરી ઘણી વખત પોતાના પરિવારના ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. તે ક્યારેક પોતાની યુટ્યુબ ચેનલ પર પતિ સાથેના કૂકિંગ વિડીયો પણ મૂકતી રહે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Aamitabh Bachchan, Bollywood News in Gujarati, Madhuri dikshit

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन