માધુરી દીક્ષિતનાં તાલથી તાલ મીલાવશે આલિયા ભટ્ટ, સાથે કરશે ડાન્સ

News18 Gujarati
Updated: September 8, 2018, 3:54 PM IST
માધુરી દીક્ષિતનાં તાલથી તાલ મીલાવશે આલિયા ભટ્ટ, સાથે કરશે ડાન્સ
આલિયા ભટ્ટ અને માધુરી દિક્ષીત

હાલમાં આલિયા ભટ્ટ તેની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નાં શૂટિંગ માટે બુલ્ગારિયામાં છે

  • Share this:
મુંબઇ: આલિયા ભટ્ટ હાલમાં તેનાં કરિઅરનાં સુંદર પડાવ પર છે. તેની ઝોલીમાં 'સ્ટૂડન્ટ ઓફ ધ યર' બાદ ઘણી મોટી મોટી ફિલ્મો આવી. તેની છેલ્લી ફિલ્મ 'રાઝી'થી તે દર્શકોનાં દિલોમાં છવાઇ ગઇ. હવે આલિયા ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બનનારી ફિલ્મ 'કલંક'માં નજર આવશે. તે ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરશે.

'કલંક'માં છે સંજય દત્ત અને માધુરી દિક્ષીત

આ ફિલ્મનું શૂટિંગ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં શરૂ કરશે. હાલમાં તે તેની અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નાં શૂટિંગ માટે બુલ્ગારિયામાં છે. ત્યાંથી પરત ફર્યા બાદ આલિયા 'કલંક'નું શૂટિંગ શરૂ કરશે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મછે. જેમાં આલિયા ભટ્ટ ઉપરાંત સંજય દત્ત અને માધુરી દિક્ષીત જેવાં પીઢ કલાકાર પણ છે. આ ફિલ્મમાં ટ્રેડિશનલ ડાન્સ હશે તેથી આલિયા હાલમાં કત્થકની ટ્રેનિંગ પણ લઇ રહી છે.

માધુરી અને આલિયા હશે આમને સામને
DNAની રિપોર્ટ પ્રમાણે, આલિયા અને માધુરી વચ્ચે એક ડાન્સ શૂટ થશે. આ શૂટને સ્પેશલ બનાવવા માટે ફિલ્મની ટીમ બધુ જ પરફેક્ટ કરવા લાગી ગઇ છે. આ એક ક્લાસિકલ સોન્ગ હશે જેમાં જુના સમયની ઝલક દેખાશે.

આલિયા ભટ્ટ ગત એક વર્ષથી કત્થકની ડાન્સ ટ્રેનિંગ લઇ રહી છે. પણ તેને માધુરી દિક્ષીતનાં સ્ટેપ સાથે મેચ કરવાનું છે. જે એક ટ્રેન્ડ કત્થક ડાન્સર છે. સોર્સીસની માનીયે તો, 'આલિયાને આ ગીત માટે ડાન્સ ફોર્મ શીખવાની હતી જે તેણે પહેલાં ક્યારેય શીખી ન હતી. જોકે આલિયાએ એક વર્ષ પહેલાંથી જ આ ડાન્સ ફોર્મનાં ક્લાસિસ શરૂ કરી દીધા હતાં. અને ગત એક દોઢ મહિનાથી તેણે ભારે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. જે તેનાં કેરેક્ટર અને માધુરી સાથે સ્ટેપ મેચ કરવાં ખુબજ જરૂરી છે. '
First published: September 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading