Home /News /entertainment /

17 વર્ષ બાદ ફરી આવશે 'ચાંદની બાર', આ છે કારણ

17 વર્ષ બાદ ફરી આવશે 'ચાંદની બાર', આ છે કારણ

    જુડવા-2 રિલીઝ થયા બાદ હવે દબંગ-3 અને કિક-2 રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. આ બધા વચ્ચે મધુર ભંડારકર પણ ફિલ્મ ચાંદની બારની સીક્વલ લાવી રહ્યાં છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મને નેશનવ એવોર્ડ પણ મળ્યો હતો. હવે મધુર ભંડારકર ચાંદની બાર-2 પર કામ કરવાનું શરૂ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2005માં ડાન્સ બાર પર લાગેલા બેનને લઈને મધુર ભંડારકરે ઘણુ રિસર્ચ કર્યું અને ત્યાર બાદ તેને આ ફિલ્મની સીક્વલ બનાવવાનો વિચાર કર્યો.

    કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની કહાની લગભગ તૈયાર થઈ ચૂકી છે. હવે ટુંક સમયમાં જ આ ફિલ્મની કાસ્ટને ફાઈનલ કરી લેવામાં આવશે.

    ચાંદની બારમાં તબ્બૂએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેમની સાથે અતુલ કુલકર્ણી જોવા મળ્યો હતો. તબ્બૂ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે અતુલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને અનન્યા ખરેને બેસ્ટ સપોર્ટિંગ એવોર્ડ મળ્યો હતો. સામાજિક મુદ્દા પર બનેલી આ ફિલ્મને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Madhur Bhandarkar, National Awards, Tabbu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन