Home /News /entertainment /ધોની કરશે નવી શરૂઆત! આ સાઉથ એક્ટર્સ સાથે કરશે આ કામ

ધોની કરશે નવી શરૂઆત! આ સાઉથ એક્ટર્સ સાથે કરશે આ કામ

એમએસ ધોની સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતો નથી (પ્રતિકાત્મક તસવીર)

ક્રિકેટમાં પોતાની સફળતાના શિખર સર કર્યા બાદ હવે ધોની નવી શરુઆત કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે, હવે એમ.એસ. ધોની સાઉથના એક્ટર્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ મોટાભાગે વિશ્વ કપ, ઇન્ટરનેશનલ ક્રિકેટ અને IPLમાં પોતાની ક્રિકેટ સ્કિલથી ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોની હવે પત્ની સાથે પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઇન્મેન્ટને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. તમે જાણો છો કે, ધોની લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી ગાયબ છે. પરંતુ કેપ્ટલ કૂલથી શોબિઝ ઈન્ડસ્ટ્રી (South film industry)માં ધમાકેદાર કમબેક કર્યુ છે.

સાઉથ સિનેમામાં ધોનીની એન્ટ્રી


પ્રોડક્શન હાઉસ શરૂ કરનાર અને પોતાના બેનર હેઠળ નવી ફિલ્મો લોન્ચ કરનાર ક્રિકેટર ઘણાં સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં જાણકારી મળી છે કે, ટીમના પૂર્વ કેપ્ટન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે નવા બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. LetsCinemaના રિપોર્ટ અનુસાર , એમ.એસ ધોની અને સાક્ષી સાઉથ સિનેમામાં ધોની એન્ટરટેઇન્મેન્ટ (Dhoni Entertainment PVT LTD)ની પોતાની બ્રાન્ચ શરૂ કરવાની પૂરી તૈયારીમાં છે. મીડિયા પોર્ટલે એક ટ્વિટ શેર કર્યુ છે, જેમાં લખ્યુ છે. 'માહી તમિલ, તેલુગૂ અને મલિયાલમ ફિલ્મોના નિર્માણ કરવામાં સાઉથમાં 'ધોની એન્ટરટેન્મેન્ટ'માં પોતાની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી રહ્યા છે.'



આ વિચારધારા સાથે કરશે કામ


ગયાં વર્ષે ધોની એન્ટરટેન્મેન્ટનો નવો લોગો ઈન્સ્ટાગ્રામ પર એક કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો. જેને આ પ્રકારે વાંચવામાં આવી શકે છે, 'ધોની એન્ટરટેન્મેન્ટમાં અમે માઇન્ડફુલ એન્ટરટેનમેન્ટમાં વિશ્વાસ કરીએ છીએ કારણકે માસ કોમ્યુનિકેશન એક સુપરપાવર છે જેને જવાબદારીથી ઉપયોગ કરી શકાય છે. આ વિચારધારાને ધ્યાનમાં રાખીને અમે અમારી નવી વેબસાઇટ લોન્ચ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ.'



બોલિવૂડ છોડીને સાઉથ સ્ટાર્સ સાથે કરશે કામ


જણાવવામાં આવી રહ્યુ થે કે ધોની સાઉથ સુપરસ્ટાર જેવા અલ્લૂ અર્જૂન, જુનિયર એનટીઆર, ધનુષ, સૂર્યા જેવા એક્ટર્સ સાથે કામ કરવા માંગે છે. તેનું એક મોટું કારણ છે ધોનીની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ સાથેનો લગાવ. તેના સિવાય ખાસ કરીને ધોની તમિલનાડુમાં ખૂબ જ લોકપ્રિય છે.
First published:

Tags: Allu Arjun, Dhoni, M S Dhoni, South Industry, મનોરંજન

विज्ञापन