ગીતકાર જાવેદ અખ્તરે કહ્યુ: ગાયોની કતલ વિશે બોલનાર મૌલવીની ધરપકડ કરો

જાવેદ અખ્તરે ઇન્દોરમાં થયેલી ઘટના મામલે ટ્વિટ કરીને કહ્યું કે હું તે લોકોની નિંદા કરું છું જે ડોક્ટર્સ પર પત્થર ફેંકી રહ્યા છે. આશા રાખું છું કે ઇન્દોરની પોલીસ આવા લોકો સાથે નરમી નહીં વર્તે. હું બીજાને અનુરોધ કરું છું કે દરેક જગ્યાએ ડોક્ટર્સ, પોલીસ અને પ્રશાસનને સહયોગ કરો. કોરોનાથી લડવા માટે સમગ્ર દેશ એક થવાની જરૂર છે.

 • Share this:
  જાણીતા ઉર્દૂ કવિ અને ગીતકાર જાવેદ અખ્તરે માગણી કરી હતી કે, બકરી-ઇદના દિવસે ગાયોની કતલ થવી જોઇએ એવુ નિવેદન આપનાર કર્ણાટકનાં મૌલવીની તાત્કાલિક ધરપકડ થવી જોઇએ.

  જાવેદ અખ્તરે જણાવ્યુ કે, મૌલવી તન્વીર પીરા હાસીમની તાત્કાલિક ધરપકડ કરવી જોઇએ. કેમ કે તેમણે બેજવાબદાર નિવેદન આપ્યું છે. સેક્યિલરીઝમનો મતલબ એવો નથી થતો કે, લઘુમતિઓના કોમવાદને સહન કરવો. આ એક બેજવાબદાર અને સહન ન કરી શકાય તેવું નિવેદન છે. આ મૌલવીને કોમવાદી ભાવના ભડકાવવા બદલ ધરપકડ થવી જોઇએ.

  મૌલવીએ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં એક નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. આ કાર્યક્રમમાં રાજયનાં મંત્રી શિવાનંદ પાટિલ પણ હાજર હતા. કર્ણાટકમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે.

  તન્વીર હાસીમ સ્થાનિક વિજયપુરા વિસ્તારમાં આવેલી પીર દરગાહના હેડ છે.

  મૌલવીનાં આ કથિત નિવેદનનો વીડિયો વાયરલ થઇ ગયો છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા મંત્રી શિવાનંદ પાટિલે આ નિવેદન બાબતે મૌન સેવ્યું છે.

  ભારતી જનતા પાર્ટીનાં પ્રવક્તા એસ. પ્રકાશે જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસની સંયુક્ત સરકારને વિનંતી કરી છે કે, આ મૌલવી સામે કેસ દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

  ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ અને જનતા દળનાં ડબલ સ્ટાન્ડર્ડ ઉપર સવાલ ઉઠાવ્યાં હતા અને સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. જો સરકાર બસવરાજ પાટિલ યાતનાલ પર કેસ કરી શકો છો તો પછી આ મૌલવી પર કેસ કેમ નથી કરતા ?”

  મૌલવીનો આ વીડિયો વાયરલ થયો એના થોડા દિવસો પહેલા જ યતનાલનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ એમ કહેતા જોવા મળે છે કે, કોર્પોરેટરોએ માત્ર હિંદુઓ માટે જ કામ કરવું જોઇએ. કેમ કે, હિંદુઓએ તેમને મત આપ્યા છે, મુસ્લિમોએ નહીં.
  Published by:kiran mehta
  First published: