કાર્તિક આર્યને કર્યો ખુલાસો, ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેવાની છે ઇચ્છા

News18 Gujarati
Updated: January 26, 2019, 4:41 PM IST
કાર્તિક આર્યને કર્યો ખુલાસો, ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેવાની છે ઇચ્છા
કાર્તિક આર્યન આગામી ફિલમ લુકા છિપીમાં જોવા મળશે.

કાર્તિક આર્યન તેના એક ઇન્ટરવ્યૂને લઇને ચર્ચામાં છે. જેમાં તેણે કહ્યું હતું કે, તે રિલેશનશિપમાં રહેવા માગે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કાર્તિક આર્યન આગામી ફિલમ 'લુકા છિપી'માં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું, જે દર્શકોને પસંદ પડ્યું હતું. જોકે, કાર્તિક આર્યન તેના એક ઇન્ટરવ્યૂને લઇને ચર્ચામાં છે. જેમાં તેણે કહ્યું હતું કે, તે રિલેશનશિપમાં રહેવા માગે છે.

કાર્તિક આર્યને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે રિલેશનશિપમાં રહેવા માગે છે. તે તેની આગામી ફિલ્મ 'લુકા-છિપી' અંગે વાત કરી રહ્યો તો, જે લિવ ઇન જેવા વિષય પર આધારિત છે. સાથે જ તાજેતરમાં જ સામે આવ્યું હતું કે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનને કાર્તિક પર ક્રશ છે. ઉપરાંત એ વાત પણ સામે આવી હતી કે, આજકાલ કાર્તિક અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે.

કાર્તિકે કહ્યું કે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ બને છે તો તેની માતા તેની સાથે મિત્રતા કરી લે છે. આ પછી તે કાર્તિક કરતાં તેની માતાની વધુ નિકટ આવી જાય છે અને તે સાઇડ લાઇન થઇ જાય છે. આજ સુધી એવું નથી થયું કે તેને લિવ ઇનમાં રહેવું પડ્યું હોય, પરંતુ તેની ઇચ્છા છે કે ભવિષ્યમાં તે ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે.

આ પણ વાંચો: ફેમિના મેગેઝીનના કવર પર છવાઇ ભૂમિ, પાથર્યા કાયાના કામણ

ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'લુકા છિપી' માર્ચમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે.
First published: January 26, 2019
વધુ વાંચો
अगली ख़बर