Home /News /entertainment /

Shilpa Shetty in Trouble: શિલ્પા એને તેની માતા પર ઠગઇનો આરોપ, લખનઉમાં દાખલ થયો કેસ

Shilpa Shetty in Trouble: શિલ્પા એને તેની માતા પર ઠગઇનો આરોપ, લખનઉમાં દાખલ થયો કેસ

શિલ્પા શેટ્ટી માતા સુનંદાની સાથે

Shilpa Shetty in Trouble: એક્ટિંગ ઉપરાંત શિલ્પા શેટ્ટી આયોસિસ વેલનેસ સેન્ટર નામથી એક ફિટનેસ ચેઇન પણ ચલાવે છે. આ કપંનીની ચેરમેન શિલ્પા શેટ્ટી છે જ્યારે તેની માતા સુનંદા ડિરેક્ટર છે. આરોપ છે કે, વેલનેસ સેન્ટરની શાખા ખોલવાનાં નામે શિલ્પા શેટ્ટી અને તેની માતાએ બે લોકો પાસેથી કરોડો રૂપિયા લીધા છે.

વધુ જુઓ ...
    ઋષભ મણિ ત્રિપાઠી/ લખનઉ: વેલનેસ સેન્ટરનાં નામ પર કરોડોની ઠગીનાં આરોપમાં લખનઉ પોલીસ (Lucknow Police)એ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેની માતા સુનંદ પર ગાળીયો કસવાનો શરૂ કરી દીધો છે લખનઉ (Lucknow) એ હજરતગંજ અને વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં બે FIR દાખલ કરાવી છે. હવે લખનઉ પોલીસે આ બંને કેસની તપાસ તેજ કરી દીધી છે. લખનઉ પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી ગઇ છે. જ્યારે બીજી ટીમ પણ મુંબઇ પહોંચી ગઇ છે. અને બંનેની પુછપરછ કરવામાં આવી રહી છે. જો આ કેસમાં બંનેની ભૂમિકા શંકાસ્પદ લાગી તો તેમની ધરપકડ પણ થઇ શકે છે.

    આ પણ વાંચો-Bhabiji Ghar Par Hai: 'વિભૂતિ જી' એ કહ્યું- શો એક જુગાર હતો, માત્ર 6 મહિના માટે હતો શો અને હવે...

    એક્ટિંગ ઉપરાંત શિલ્પા શેટ્ટી આયોસિસ સેન્ટર નામથી એક ફિટનેસ ચેઇન પણ ચલાવે છે. આ કપંનીની ચેરમેન શિલ્પા શેટ્ટી છે જ્યારે તેની માતા સુનંદા ડિરેક્ટર છે. આરોપ છે કે, વેલનેસ સેન્ટરની શાખા ખોલવાનાં નામે શિલ્પા શેટ્ટી અને તેની માતાએ બે લોકો પાસેથી કરોડો રૂપિયા લીધા છે. અને જે વાયદો કર્યો હતો તે પૂર્ણ નથી કર્યો. આ મામલે વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાંઓમેક્સ હાઇટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણ અને હજરંતગંજ પોલીસ સ્ટેશનમાં રોહિત વીર સિંહે ઠગઇનો કેસ દાખલ કરાવ્યો છે. હવે આ મામલે શિલ્પા શેટ્ટી અને તેની માતાની પૂછપરછ થઇ શકે છે. આ માટે હજરતગંજ પોલીસ અને વિભૂતિખંડ પોલીસે નોટિસ ફટકારી છે.

    આ પણ વાંચો-Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

    પોલીસ ટીમ થશે મુંબઇ રવાના- ડીસીપી (ઇસ્ટ) સંજીવ સુમને જણાવ્યું કે, વિવેચક બીબીડ ચોકી પ્રભારી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પુછપરછ કરવાં માટે સોમવારે મુંબઇ રવાના થશે. આ મામલામાં તમામ પાસાની તપાસ કરવામાં આવશે. સંજીવ સુમને જણાવ્યુંકે, આ કેસ હાઇ પ્રોફાઇલ હોવાને કારણે પોલીસ તમામ પાસા બારિકીથી તપાસી રહી છે.

    આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    રાજ કુન્દ્રા કેસમાં પણ શિલ્પાની વધી શકે છે મુશ્કેલી 
    હાલમાં, શિલ્પા શેટ્ટીનાં પરિવાર પર ધાત પડી હોય તેમ લાગે છે. એક તરફ તેનો પતિ અને બિઝનેસ મેન રાજ કુન્દ્રા (Raj kundra) પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. તે મામલે પણ શિલ્પા શેટ્ટીની સંડોવણી હોવાની વાતો થઇ રહી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પ્રોપર્ટી સેલ સમક્ષ આપેલાં નિવેદનમાં શિલ્પા પર આરોપ લગાવ્યો છે કે, શિલ્પાને તેનાં પતિનાં તમામ ગોરખધંધા અંગે જાણ છે. રાજે તેને એમ પણ કહ્યું હતું કે, શિલ્પાને તેનાં વીડિયો ખુબ પસંદ આવે છે તેનું કામ ઘણું જ સારુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment news, News in Gujarati, Raj Kudnra Case, Shilpa Shetty, Shilpa Shetty in Trouble, Shilpa Shetty Mother, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર