Home /News /entertainment /

Box Office: ચીનમાં બાહુબલી 2ની ઓપનિંગ જાણીને તમને લાગી શકે છે ઝટકો

Box Office: ચીનમાં બાહુબલી 2ની ઓપનિંગ જાણીને તમને લાગી શકે છે ઝટકો

    મુંબઈ: ચીનમાં આ શુક્રવારે રીલિઝ થયેલી એસ.એસ રાજમૌલીની બાહુબલી - ધ કન્ક્લ્યુજને બોક્સ ઓફિસ પર એવી ઓપનિંગ નથી કે, જેની આશા હતી. ફિલ્મ હિન્દી મીડિયમ અને  સીક્રેટ સુપરસ્ટાર જેટલી મોટી પણ ન બની.

    યાદ કરો જ્યારે એક વર્ષ પહેલાં ભારતના બોક્સ ઓફિસ પર સમગ્ર દુનિયામાં એક તોફાન ઉઠ્યું હતુ. ધીરે ધીરે ધીરે કમાણીમાં બદલાયુ અને બધા રેકોર્ડ તોડ્યા હતા. બાહુબલી ધ કન્ક્લ્યુજને ભારત સહિત અનેક દેશોમાં ધાક જમાવી. પરંતુ ચીનમાં આ ફિલ્મ બોક્સ ઓફિસની બાહુબલી ન બની. ચીનના બોક્સ ઓફિસ પર બાહુબલીના બીજો ભાગને પહેલા દિવસે 2. 43 મિલિયન ડોલર એટલે કે 16 કરોડ 24 લાખ રૂપિયા કલેક્શન મળ્યુ છે. ચીનમાં 7000 થી વધુ સ્ક્રિનિસ રીલિઝ થયેલી આ ફિલ્મ 51 હજાર 494 શોઝ થઈ અને ચાર લાખ 84 હજાર ટિકિટો વેચાઈ. ફિલ્મની ઓપનિંગથી તેના ભવ્ય-દિવ્ય વૈભવથી જરા પણ મેચ નથી. જો કે, પ્રભાસ સ્ટાર બાહુબલી 2 એ પહેલા દિવસે આમિર ખાનની દંગલ (2. 05 મિલિયન ડોલર) અને પીકે (8 લાખ 99 હજાર ડોલર) કલેક્શનને તો પાછળ છોડી દીધી. પરંતુ ત્રણ ભારતીય ફિલ્મોમાં માત મળી.

    28 મેના રોજ રિલિઝ થયેલી બાહુબલી -2 ક્ન્કલુઝનમાં પ્રભાસ, રાણા દગગ્બતિ, અનુષ્કા શેટ્ટી, રામ્યા શેટ્ટી અને સત્યરાજે કામ કર્યું હતું. બે મહિના પહેલાં જ બજરંગી ભાઈજાનને ચીનમાં રિલિઝની પરવાનગી મળી હતી. તે જ સમયે ત્યાં હિન્દી માધ્યમ સાથે બાહુબલી 2 ને લીલી ઝંડી આપી હતી. ચીન સહિત ઇન્ટરનેશનલ માર્કેટને જોઈને ફિલ્મને એડિટ કરી નવુ વર્જન બનાવ્યુ હતુ.



    ચીનને છોડીને સમગ્ર વિશ્વના લગભગ 300 મિલિયન ડોલરે આ નિર્ણય આપ્યો કે હવે તેને વધુ સારી રીતે રજૂ કરવામાં આવશે. બાહુલીની આ બીજા ભાગમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર 510 કરોડ 99 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે વિશ્વ વાઇડ કલેક્શન 1715 કરોડ રૂપિયા છે. ફિલ્મ દ્વારા જાપાનથી પણ એક મિલિયન ડોલરથી વધારે કમાણી કરી હતી. જાણવા મળ્યુ છે કે બાહુબલીને લઇને સાઉથ કોરિયામાં પણ ખૂબ જ ઉત્સાહમાં છે. સાથે સાથે લક્ઝમબર્ગ અને નાઇજિરીયા જેવા નાના દેશોમાં પણ બાહુબલીની માંગણી છે.સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ પ્રભાસના પરાક્રમ જોવાની રાહ છે. આશા છે કે બાહુબલી, ચીનમાં દંગલના 1300 કરોડો રેકોર્ડને તોડી નાખશે
    First published:

    Tags: Baahuballi-2, China-box-office

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन