બ્રેકઅપ બાદ ફરી કેવી રીતે એક-બીજાના નજીક આવ્યા 'વિરુષ્કા'

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 21, 2017, 6:07 PM IST
બ્રેકઅપ બાદ ફરી કેવી રીતે એક-બીજાના નજીક આવ્યા 'વિરુષ્કા'
આ રીતે ખટ્ટ-મીઠા સફર બાદ લવ સ્ટોરી તેની મંજિલ સુધી પહોંચવામાં સફળ થઈ.

આ રીતે ખટ્ટ-મીઠા સફર બાદ લવ સ્ટોરી તેની મંજિલ સુધી પહોંચવામાં સફળ થઈ.

  • Share this:
'તુજમે રબ દિખતા હૈ, યારા મે ક્યા કરૂ'
આમ તો આ ગીત અનુષ્કાની પહેલી ફિલ્મ 'રબ ને બનાદી જોડી'નું છે. પરંતુ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહેલ અનુષ્કા-વિરાટની લવ સ્ટોરીની પણ આવી જ કહાની છે. એક સમય એવો આવ્યો કે જ્યારે બેને એકબીજાથી દૂર થઈ ગયા હતા. આ વાત 2015ની છે. બંને વચ્ચે નારાજગી એટલી વધી ગઈ હતી કે, એકબીજાને તેમણે ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા હતા.

મીડિયા રિપોર્ટે પ્રમાણે, વિરાટ-અનુષ્કા સાથે 2015માં લગ્ન કરવા માંગતો હતો, તે સમયે અનુષ્કાએ પોતાના કેરિયરને ધ્યાનમાં રાખી વિરાટના આ પ્રપોઝલને ફગાવી દીધુ હતું. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી.

તેમના બ્રેકઅપની અસર તેમના કરિયર પર પણ જોવા મળી હતી, તે સમયે વિરાટના પર્ફોમન્સની સરેરાશ એવરેજ 36.65 પર આવી ગઈ હતી, જ્યારે અનુષ્કાની બોમ્બે વોલેટ ફિલ્મ પણ ફ્લોપ ગઈ હતી.

માર્ચ 2016માં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈ ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જાત-ભાતના જોક્સ બનવા લાગ્યા. જે વિરાટને બિલકુલ પસંદ ન આવ્યા.

વિરાટે અનુષ્કાના સમર્થનમાં ટ્વીટ કર્યું, અને મજાક ઉડાવનારની જોરદાર નીંદા કરી. વિરાટે ટ્વીટ કર્યું કે, 'કુછ તો શર્મ કરો, ઉસને હંમેશા મુજે સકારાત્મકતા દી હૈ'. તેણે આ વાત ઈન્સ્ટાગ્રામ પર પણ લખી.પૈચઅપની શરૂઆત જોવા મળી, એપ્રિલ-2016માં, જ્યારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં સાથે ડીનર લેતા જોવા મળ્યા.

ત્યારબાદ ફરી બંનેની લવ સ્ટોરીએ જોર પકડ્યું, અને રુસા-રૂષી ખતમ થઈ. યુવરાજ સિંહ અને હેઝલના લગ્નમાં બંનેએ ખૂબ મસ્તી કરી. બંનેએ એક-સાથે ડાન્સ પણ કર્યો.

વર્ષ 2017માં વેલેન્ટાઈન-ડેના દિવસે વિરાટે અનુષ્કા સાથેના સંબંધને સાર્વજનિક કર્યો. અનુષ્કા અને પોતાનો પોટો શેર કરી લખ્યું કે, 'આપ મેરી જિંદગીમે હો તો મેરા હર દિન વેલેંટાઈન-ડે હૈ'.

આ રીતે આખરે મળવાન અને જુદા થવાના સફર બાદ લવ સ્ટોરી તેની મંજિલ સુધી પહોંચવામાં સફળ થઈ.
First published: December 11, 2017, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading