Home /News /entertainment /

વિરાટ-અનુષ્કાની Love Story: મળ્યા-દૂર થયા અને ફરી ભેગા થયા

વિરાટ-અનુષ્કાની Love Story: મળ્યા-દૂર થયા અને ફરી ભેગા થયા

31 ડિસેમ્બર 2013ની રાત હતી. મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ચાલતી હતી...

31 ડિસેમ્બર 2013ની રાત હતી. મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ચાલતી હતી...

31 ડિસેમ્બર 2013ની રાત હતી. મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ચાલતી હતી. ભારતીય ક્રિકેટ ટીમ 25 દિવસના પ્રવાસ બાદ દક્ષિણ આફ્રિકાથી પાછી આવી રહી હતી. એરપોર્ટ બહાર એક લક્ઝરી બસ ખેલાડીઓની રાહ જોઈ રહી હતી. જે તેમને હોટલ સુધી લઈ જવાની હતી. તમામ ખેલીડી એક-એક કરી બસમાં બેસી ગયી, માત્ર વિરાટ કોહલીને છોડી.

વિરાટ પોતાના સાથીઓને વિદાય કર્યા બાદ એરપોર્ટ પર જ કોઈની રાહ જોવા માટે ઉભો રહી ગયો. થોડીવારમાં એક BMW કાર આવી પહોંચી. તે તેમાં બેસી વરસોવા તરફ ગયો. એરપોર્ટ પર વિરાટનો ફોટો લેવા ઉભા રહેલ મીડિયાથી તે છૂપાવી ન શક્યો, કે તે કાર કોની હતી. તે કાર અનુષ્કા શર્માની હતી. તે સમયે વિરાટ અને અનુષ્કાની દોસ્તીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જ્યારે કાર ચાલી તો એક કેમેરામેને તેની કારને ફોલો કરી. કાર વરસોવના અંબરનાથ ટાવરમાં ઘુસી. આ ટાવરમાં અનુષ્કાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે. કેમેરામેન ફ્લેટની બહાર કેટલાએ કલાકો બેઠો રહ્યો, બંનેનો સાથે ફોટો લેવા. પરંતુ બંનેમાંથી કોઈ બહાર ન આવ્યું, બંનેએ ફ્લેટમાં જ નવા વર્ષની ઉજવણી કરી. બીજા દિવસે સવારે અનુષ્કાની કારમાં સવાર વિરાટનો ફોટો તમામ સમાચારપત્રોમાં છપાયો.

પહેલી મુલાકાત
ઓગષ્ટ 2013માં એક શેંપુની જાહેરાતના શૂટિંગ સમયે વિરાટ અને અનુષ્કાની મુલાકાત થઈ. ત્યારબાદ તે સારા દોસ્ત બની ગયા. બંને વારવાર એકબીજાની સાથે જોવા મળ્યા. મુલાકાતો વધવા લાગી. જોકે આટલી મુલાકાતો બાદ પણ બંને લોકો પોતાના પ્રેમ સંબંધની કબુલાત કરતા ન હતા

બ્રેકપનું કારણ
વિરાટ અને અનુષ્કા વચ્ચે બ્રેકપ થવાના બે કારણો મુખ્ય હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળે છે. જેમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ એ વાતથી નારાજ હતો કે, અનુષ્કાએ પુરૂષોના મેગેઝિન માટે એક સેક્સી તસવીર પડાવી હતી. ત સમયે સમાચાર મળ્યા હતા કે, બેને વચ્ચે આ વાતને લઈ ઝગડો પણ થયો હતો.

બીજુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે, વિરાટે અનુષ્કાની બોમ્બે વોલેટ ફિલ્મમાં રોકાણ કર્યું હતું અને ફિલ્મ ફ્લોપ ગઈ. જેને લઈ વિરાટ-અનુષ્કા વચ્ચે થોડું અંતર આવી ગયું હતું. તેમના બ્રેકઅપની અસર તેમના કરિયર પર પણ જોવા મળી હતી, તે સમયે વિરાટના પર્ફોમન્સની સરેરાશ એવરેજ 36.65 પર આવી ગઈ હતી, જ્યારે અનુષ્કાની બોમ્બે વોલેટ ફિલ્મ પણ ફ્લોપ ગઈ હતી.

જ્યારે વિરાટે કર્યો લવ લેડીનો બચાવ
બંનેના બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયામાં અનુષ્કાને લઈ ઘણા જોક્સ બનવા લાગ્યા, જે વિરાટને પસંદ ન આવ્યા. વિરાટે અનુષ્કાના સમર્થનમાં ટ્વીટ કર્યું, અને મજાક ઉડાવનારની જોરદાર નીંદા કરી. નિરાટે ટ્વીટ કર્યું કે, 'કુછ તો શર્મ કરો, ઉસને હંમેશા મુજે સકારાત્મકતા દી હૈ'. તેણે આ વાત ઈન્સ્ટાગ્રામ પર પણ લખી.

ફરી ઢંઢેરે ચઢ્યો પ્રેમ રાગ
એપ્રિલ-2016માં, જ્યારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં સાથે ડીનર લેતા જોવા મળ્યા. ત્યારબાદ ફરી બંનેની લવ સ્ટોરીએ જોર પકડ્યું, અને રુસા-રૂષી ખતમ થઈ. યુવરાજ સિંહ અને હેજલના લગ્નમાં બંનેએ ખૂબ મસ્તી કરી. બંનેએ એક-સાથે ડાન્સ પણ કર્યો. વર્ષ 2017માં વેલેન્ટાઈન-ડેના દિવસે વિરાટે અનુષ્કા સાથેના સંબંધને સાર્વજનિક કર્યો. અનુષ્કા અને પોતાનો પોટો શેર કરી લખ્યું કે, 'આપ મેરી જિંદગીમે હો તો મેરા હર દિન વેલેંટાઈન-ડે હૈ'.

હવે લગ્નની આવી ઘડી
સમાચાર આવી રહ્યા છે કે, હવે વિરાટ તેની સ્વીટ લવર્સ અનુષ્કા સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે. અમે આ ખુબસુરત જોડીને ભવિષ્ય માટે શુભકામના પાઠવીએ છીએ.
First published:

Tags: Anushka Sharma, Wedding, ક્રિકેટ, બોલીવુડ, વિરાટ કોહલી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन