લવ સ્કૂલ ફેઇમ જગનૂર અનેજાનું નિધન, વધુ એક ટીવી એક્ટરનું 40ની વયે હાર્ટએટેકથી નિધન

જગનૂર અનેજાનું હાર્ટ એટેકથી નિધન

Jagnoor Aneja dies at 40 of heart attack: અનેજા તેનાં પ્રોફેશનલ વર્ક માટે ઇજીપ્તની (Egypt Trip)ટૂર પર હતો. તેણે 23 સ્પટેમ્બરનાં અંતિમ શ્વાસ લીધા. તેનાં અચાનક નિધનથી તેની જોડે રહેતાં સૌ કોઇ આઘાતમાં છે. જગનૂર અનેજા લવ સ્કૂલની પહેલી અને બીજી બન્ને સિઝનમાં નજર આવ્યો હતો. જે કરન કુન્દ્રા (Karan Kundra) અને અનુષા દાંડેકર (Anusha Dandekar) દ્વારા હોસ્ટ કરવામાં આવતી હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. સિદ્ધાર્થ શુક્લાનાં (Sidharth Shukla) નિધન બાદ હવે વધુ એક ટીવી એક્ટરે નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી છે.આ એક્ટરનું નામ છે જગનૂર અનેજા (Jagnoor Aneja). એમટીવીનાં (mtv) શો લવ સ્કૂલમાં જગનૂર અનેજા નજર આવતો હતો. તેનું પણ હાર્ટ એટેકને કારણે નિધન (Heart Attack) થઇ ગયું છે. જગનૂરની ઉંમર પણ માત્ર 40 વર્ષ હતી. એક્ટરનાં ફેન્સ હજુ પણ આઘાતમાં છે.

    અનેજા તેનાં પ્રોફેશનલ વર્ક માટે ઇજીપ્તની (Egypt Trip)ટૂર પર હતો. તેણે 23 સ્પટેમ્બરનાં અંતિમ શ્વાસ લીધા. તેનાં અચાનક નિધનથી તેની જોડે રહેતાં સૌ કોઇ આઘાતમાં છે. જગનૂર અનેજા લવ સ્કૂલની પહેલી અને બીજી બન્ને સિઝનમાં નજર આવ્યો હતો. જે કરન કુન્દ્રા (Karan Kundra) અને અનુષા દાંડેકર (Anusha Dandekar) દ્વારા હોસ્ટ કરવામાં આવતી હતી.

    પહેલી સિઝનમાં તે તેની ગર્લફ્રેન્ડ મનિષા સાથે આવ્યો હતો. જે બાદ તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતું જે બાદ તે બીજી સિઝનમાં તેની ગર્લફ્રેન્ડ મોનિકા સાથે નજર આવ્યો હતો. જોકે આ સંબંધો પણ લાંબા નહોતા ટક્યાં અને તેઓ પણ છૂટા પડી ગયા હતાં.



    જગનૂરનાં ખાસ મિત્રની વાત કરીએ તો તે, કલર્સ પર આવતાં ટીવી શો 'છોટી સરદારની' ફેઇમ માહિર પાંધી સાથે તેની ગાઢ મિત્રતા હતી. જગનૂરનાં નિધનથી માહિર દુખી છે. અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

    આ પણ વાંચો- રાજ કુન્દ્રાને બચાવવાં શિલ્પાનાં બોડીગાર્ડે કારની આગળ દોડીને ભીડ ભેગી થતી અટકાવી, VIDEO જોઇ લોકોએ કરી સલામ

    આ પણ વાંચો-Happy Birthday Kareena Khan: રૂ. 464 કરોડની માલકિન છે કરીના, મહિનાની કમાણી છે કરોડોમાં

    માહિરે તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'ભગવાન તારી આત્માને શાંતિ આપે. મારા ભાઇ તુ બહુ યાદ આવીશ. તને પેલી બીજી જગ્યાએ મળીશ.'

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: